|
|
સંજીવ ભટ્ટના રિમાંડ અરજીની સુનાવણી 10 ઓક્ટો સુધી મૌકુફ
|
|
Oct 07, 2011
|
Ahmedabad >
Ahmedabad City
|
|
|
|
|
|
|
અમદાવાદ : તા. 07 ઓક્ટોબર
સ્થાનિય અદાલતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બાંયો ચઢાવેલા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની અટકાયત મામમે ગુજરાત સરકાર દ્વારા દાખલ રિમાંડ રિવ્યુ પિટિશન પર નિર્ણયની જાહેરાત આગામી 10મી ઓક્ટોબર સુધી મૌકુફ રાખી હતી.
મુખ્ય સેશન ન્યાયાધિશ જી એમ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ મામલે કોઈ પણ પ્રકારનો આદેશ કરવા અસમર્થ છે તેથી આગામી સોમવારના રોજ જાહેરાત કરવામાં આવશે. અગાઉ નિચલી દાલતે સસ્પેન્ડ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટના રિમાંડ ફગાવી દીધા હતાં, ત્યાર બાદ પ્રદેશ સરકારે કોર્ટના આ આદેશને 3જી ઓક્ટોબરના રોજ સત્ર અદાલતમાં પડકાર્યો હતો.
ઉલ્લેખનિય છે કે ભટ્ટને કથિત રીતે ધમકાવવા અને એક કોન્સેબલ સાથે બળજબરી કરી એક સોગંધનામુ કરાવવાના આરોપમાં ધરકપકડ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ભટ્ટના વલીક આઈ એસ સૈયદે જણાવ્યું હતું કે પ્રદેશ સરકારની રિમાંડ રિવ્યુ પિટિશન કાયદા પ્રમાણે યથાવત રાખવાને લાયક નથી.
જાહેર છે કે ગોધરાકાંડ અને ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યા હત્યા કેસમાં રાજ્ય સરકારે કિન્નાખોરી રાખી સંજીવ ભટ્ટની વર્તમાનમાં જ ધરપકડ કરી હતી.
|
|
|
|
|
|
Share This
|
|
|
- More News
: Ahmedabad City
-
|
|
|
|
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|