Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:34:32 AM IST
 

ગુટખાનો ટેમ્પો ઉઠાવી જનારા પકડાયા

Oct 08, 2011 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 332
Rate: 0
Rating:
Bookmark The Article

નવસારી, તા. ૭

નેશનલ હાઈવે નંબર ૮ ઉપર સિસોદ્રા ખાતે ગોલ્ડન ગેટ હોટલ ઉપર ગત તા.૩ના રોજ રૂપિયા ૨૨,૨૭ લાખ ગોઆ ગુટખાનો માલ ભરેલો ટેમ્પો ચોરાઈ જવાની ઘટનામાં નવસારી એલસીબીએ ટેમ્પોચાલક તથા અમદાવાદ જુહાપુરાના એક શખ્સની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં અમદાવાદના બે શખ્સોએ જ કાવતરું રચી ગુટખાનો માલ સુરતમાં વેચી માર્યાનું બહાર આવતા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા કવાયત આદરી છે.

  • અમદાવાદના શખ્સ સાથે ખુદ ટેમ્પોચાલકે ગુટખા ચોરી કરી સુરતમાં વેચી માર્યા
  • ચોરીનો માલ ખરીદનાર સુરતના શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ

ગત તા. ૨ના રોજ વાપી ખાતે ગુટખાનો માલ પહોંચાડવા માટે ઓર્ડર આવતા મહેન્દ્ર બાવડાએ અમદાવાદ ખાતે જુહાપુરા, એક્લીતનગર, પુરૂર્ષાથન રોડ ઉપર રહેતાં મોહસીન સુલેમાન જાંબુવાલા (ઘાંચી)ને વાપી ખાતે ડિલિવરી આપવા જણાવી, આઇસર ટેમ્પો નં.જીજે-૧૮-એક્સ-૯૦૪૨માં મીનાક્ષી ફૂડપ્રોડક્ટ ગોઆના વનથાઉઝન્ડ ૧૦૫ ગુટખાના ૧૦૫ બોક્સ (કિંમત રૂ.૨૨,૨૭,૬૮૦) ભરાવ્યા હતા. જે બાદ આ ટેમ્પો લઇ માલિક કમ ડ્રાઇવર મોહસીન વાપી ખાતે ડિલિવરી આપવા નીકળ્યા હતા, જે બાદ તા.૩ના રોજ કલાક ૧૨:૩૦ના અરસામાં નવસારી પાસે હાઈવે પર આવેલી ગોલ્ડનગેટ હોટલના ર્પાિકગમાંથી ટેમ્પો કોઈક ઉઠાવી ગયું હોવાની બાબતે નવસારી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ ગુનાની તપાસ નવસારી એલસીબી પોલીસના પીઆઇ કે.એન પટેલને સોપવામાં આવી હતી.

આ કેસમાં નવસારી એલસીબીએ ટેમ્પોનો ચાલક અને ફરિયાદી મોહસીનની કડકાઈ સાથે પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને પ્રથમથી જ પોતે કાવતરામાં ગુનામાં સામેલ રહી પોતાનો હેતુ પાર પાડેલાની કબૂલાત કરી લીધી હતી. તપાસમાં ગુટખા ભરેલા ટેમ્પોની ચોરી માટે મોહસીનનો વર્ષોથી સાથે રહેતા એવા અમદાવાદ જુહાપુરાના હનીફ મુસાભાઇ મારૂનું નામ ખુલ્યું હતું અને તેણે અગાઉ નડિયાદમાં વિમલ ગુટખાના ૨૦ લાખના આઇસર ટેમ્પાની લૂંટ કરેલી અને પોલીસના હાથે પકડાઇ જતા હનીફમારૂને એક વર્ષની સજા પણ થઇ હતી.

પીઆઇ કે.એન.પટેલના જણાવ્યા મુજબ આઇસર ટેમ્પોનો ચાલક મોહસીન તથા હનીફમારૂ એકબીજાની મદદગારીથી કાવતરૂ રચી રૂપિયા ટેમ્પો સાથે કુલ ૨૭,૨૭ લાખની ચોરી કરી હતી. અને મોહસીને પોતે હોટલમાં ટેમ્પોને લોક કરી જમવા ગયો ત્યારે ચોરી થયાની વાત ઉપજાવી નવસારી રૂરલમાં ફરિયાદ કરાવી હતી મોહસીન તથા હનીફે ટેમ્પાની લુંટ કરી ચોરી ગયેલા આઇસર ટેમ્પોમાંથી ગુટખાનો માલ ઉતરાવી લઇ અને અન્ય વાહનમાં ભરાવી, આઇસર ટેમ્પો ચીખલી અઢારપીર પાસે ક્વોરીમાં જવાના રસ્તા પાસે છોડી દીધો હતો. જે ટેમ્પો પોલીસે કબજે કર્યો હતો.

વધુમાં ગુટખાનો માલ વેચવા હનીફે સુરતમાં રહેતા તેના બનેવી યુસુફભાઇ કે જેઓ રજનીગંધા ગુટખાના માર્કેટિંગમાં સેલ્સમેન નોકરી કરે છે, તેને આ ચોરીનો માલ કાયદેસરનો હોવાનું જણાવી બંને શખ્સોએ યુસુફભાઇને માલ વેચી આપવા જણાવ્યું હતું. અંતે મુળ મધ્યપ્રદેશના જિ.સીંગરોલીના મંડલા ગામના અને હાલમાં ઉધના કાશીનગરમાં રહેતા વિષ્ણુભાઇ શ્યામનારાયણ ચૌહાણને ૨૨,૨૭ લાખનો માલ ફક્ત ૧૬ લાખમાં મળશે પધરાવી દીધો હતો. દરમિયાનમાં ગત રોજ ગુટખાની રકમ લેવા હનીફમારૂ આવવાનો હોવાની એલસીબીને બાતમી મળતાં પોલીસે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોચ રાખી ગુટખાનો પૂરેપૂરા મુદ્દામાલ સાથે હનીફ મુસા મારૂને ઝડપી પાડયો હતો. ઉપરોક્ત ગુનામાં એલસીબી પોલીસે લાખોના ગુટખાનો માલ ખરીદનાર વિષ્ણુભાઇ શ્યામનારાયણ ચૌહાણની પણ પૂછપરછ કરી છે. સાથે જ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com