સુરત, તા. ૭
રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણના બણગાં ફૂકતી ભાજપ સરકારના શાસનમાં સુરતની શિક્ષણ સમિતિની શાળાઓમાં વહીવટ બાબતે તદ્ન ઉદાસીન વર્તન રહેવા પામ્યું છે. સમિતિની શાળાઓમાં અગાઉ વિવિધ સવલતો બાબતે અવારનવાર ફરિયાદ થઇ છે, તેમ છતાં સમિતિના હોદ્દેદારો રાવ આગળ આંખ આડા કાન કરવામાં આવતા હોય એવું જણાઇ રહ્યું છે. જાણીને નવાઇ લાગે કે, ત્રણ દિવસ પછી સમિતિની શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે પરંતુ હમણાં સુધી શાળાઓમાં પ્રગતિ પત્રક, શિક્ષક દૈનિક પત્રક સહિતના વિવિધ પત્રકો પહોંચ્યા જ નથી. પ્રથમ સત્ર પૂર્ણ થવાને આરે છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી હોદ્દેદારોની સજાગતા સામે ઘણા પ્રશ્રો ઊભા કરી દે છે.
- ત્રણ દિવસ પછી પરીક્ષા પરંતુ પત્રકો આવ્યા નથી
છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો, ગણવેશ ખરીદી, કમ્પ્યુટર શિક્ષણ, ર્ફિનચર ખરીદી, પાણીની ટાંકી-મેદાન સફાઇના ખર્ચ માટે કરવામાં આવેલી જોગવાઇ સામે પૂરતો ખર્ચ પણ કરવામાં આવ્યો નથી, જેને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી છે. હાલની વાત કરીએ તો, ૧૧ તારીખના મંગળવારના રોજથી શાળાઓમાં પરીક્ષા શરૂ થવાની છે પરંતુ હમણાં શાળાઓમાં પ્રગતિ પત્રક, પરિણામ પત્રક, મૂલ્યાંકન પત્રક અને શિક્ષક દૈનિક પત્રક જ નથી. પત્રકો અંગે શાસનાધિકારીને પૂછતાં તેમને ટેન્ડર અને આપવાના બાકી છે એવું જણાવ્યું હતું.
શાસનાધિકારી ગૌરાંગ પરીખે જણાવ્યું હતું કે, શિક્ષક દૈનિક પત્રકો છપાઇ ગયા છે પરંતુ આવ્યા નથી. બે-ત્રણ દિવસમાં તે આવી જશે પછી શાળાઓમાં વહેંચી દેવાશે. જ્યારે ચાલુ વર્ષે નિયમો બદલાયેલા હોવાને કારણે અન્ય પત્રકો માટે ટેન્ડર મંગાવ્યા છે. ટેન્ડરને કારણે અન્ય પત્રકો છાપવા આપવાના બાકી છે. જ્યારે સમિતિમાં વિરોધ પક્ષના સભ્ય રઇશ શેખે જણાવ્યું હતું કે, હોદેદારો છેલ્લા પાંચ વર્ષમાં જોગવાઇને આધારે ખર્ચ કરવામાં નિષ્ફળ ગયા છે. પત્રકો છાપવામાં, પહોંચાડવામાં હોદ્દેદારોનું નિરશ વલણ રહ્યું છે. ધોરણ-૮ને પ્રાથમિકમાં સમાવી લીધા પછી પણ ચાર મહિના સુધી વિદ્યાર્થીઓ શિક્ષકોના અભાવે શાળાઓમાં બેસી રહ્યા હતા. પત્રકો બાબતે વિરોધ દર્શાવવામાં આવશે.
છેલ્લા પાંચ વર્ષમાં જોગવાઈઓ સામે ખર્ચ ઓછો
સમિતિએ ગયા વર્ષે વિદ્યાર્થીઓ માટે ગણવેશ ખરીદી ન કરતા વાલીઓ, શિક્ષણ જગતમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. તે સામે ચાલુ વર્ષે ૬૦ લાખના ખર્ચની જોગવાઇ થઇ છે. આ સિવાય અગાઉના વર્ષોમાં પણ ગણવેશ ખરીદી માટે પૂરતો ખર્ચ થયો નથી. જ્યારે કમ્પ્યુટર શિક્ષણમાં ૨૦૧૦-૧૧માં ૧૮ લાખની જોગવાઇ સામે ૭.૭૮ લાખ ખર્ચ થયો છે. શાળાઓમાં ટેબલ, ખુરશી માટે ઘણી રાવ હોવા છતાં ર્ફિનચર ખરીદીમાં ૩૦ લાખની સામે માત્ર ૧.૭૬ લાખનો ખર્ચ થયો છે. વળી, પાણીની ટાંકી-મેદાન સફાઇમાં ૪૫ લાખની સામે અડધો એટલે કે ૨૭.૭૫ લાખનો ખર્ચ કરાયો છે.
સમિતિમાં છેલ્લા પાંચ વર્ષની જોગવાઈ-ખર્ચ (લાખમાં)
ખર્ચ ગણવેશ ખરીદી કમ્પ્યુટર શિક્ષણ ર્ફિનચર ખરીદી પાણીની ટાંકી- મેદાન સફાઈ
|
વર્ષ
|
જોગવાઈ
|
ખર્ચ
|
જોગવાઈ
|
ખર્ચ
|
જોગવાઈ
|
ખર્ચ
|
જોગવાઈ
|
ખર્ચ
|
|
૨૦૦૬-૦૭
|
૫૦
|
૪૬.૧૬
|
૧૦
|
૯.૫૧
|
૪૦
|
૩૯.૪૧
|
૩૦
|
૨૮.૩૭
|
|
૨૦૦૭-૦૮
|
૬૦.૭૫
|
૫૩.૬૯
|
૫૬.૧
|
૫.૯૮
|
૫૦
|
૭.૪૫
|
૩૫
|
૩૪.૭૬
|
|
૨૦૦૮-૦૯
|
૫૦
|
૪૯.૯૮
|
૬૯
|
૬૪.૨૧
|
૧ કરોડ
|
૧૧.૨૭
|
૪૨
|
૩૫.૬૨
|
|
૨૦૦૯-૧૦
|
૫૮
|
૫૫.૬૪
|
૭૮
|
૨.૪૯
|
૫૦
|
૨૭.૨૭
|
૩૫
|
૩૩.૦૬
|
|
૨૦૧૦-૧૧
|
૧૦ હજાર
|
---
|
૧૮
|
૭.૭૮
|
૩૦
|
૧.૭૬
|
૪૫
|
૨૭.૭૫
|