180X600.jpg
Jul 01,2016 06:15:13 AM IST
 

ફિલ્મ રિવ્યૂ: રાંઝના

Jun 21, 2013 14:14 Entertainment >
 
Ranjhna,Movie,Sonam Kapoor,Abhay Deol,Kumud Mishra,Dhanush Tags:   Ranjhna Movie Sonam Kapoor Abhay Deol Kumud Mishra Dhanush comment     E-Mail     Print    
 
Viewed: 38094
Rate: 3.9
Rating:
Bookmark The Article

21 જૂન

કલાકાર
ધનુષ, સોનમ કપૂર, અભય દેઓલ, કુમુદ મિશ્રા, સુઝાતા કુમાર, વિપિન શર્મા, મોહમ્મદ જીશાન અયૂબ, શિલ્પી મારવાહ, ગેસ્ટ રોલ અરવિંદ ગૌંડ

નિર્માતા
કૃષિકા લુલ્લા, સુનીલ લુલ્લા

નિર્દેશક
આનંદ.એલ.રાય

ગીત
ઇરશાદ કામિલ

સંગીત
એ.આર.રહેમાન

રેટિંગ :

મનુનુ સીક્વલ બનાવવાની જગ્યાએ રાંઝના બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે જ સ્પષ્ટ થઇ ગયુ હતુ કે, આ વખતે આનંદ કંઇક નવુ જ કરવાનુ વિચારી રહ્યા છે. આ દિવસોમાં જ્યારે બોક્સ ઓફિસ પર સફળતાની ક્રેડિટ ટોપ હીરોનુ નામ રહે છે તો તે આનંદની બંન્ને ફિલ્મોની નાયિકાઓની આસપાસ ફરતી ફિલ્મો તરીકે ઓળખવામાં આવે છે.

સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર આનંદે તમિલ એક્ટર ધનુષની મુખ્ય રોલમાં પસંદગી કરીને કહાનીને મુંબઇના ચોકલેટ હિરોથી ઘણી દૂર એવી જમીન પર શરૂ કર્યુ કે જ્યાં ફિલ્મને વાસ્તવિક તરફ વધુ નજીક લઇ જાય છે.

કહાની

બનારસની સાંકડી ગલીઓમાં બનેલા ઘાટોની વચ્ચે એક મંદિરમાં કુંદન (ધનુષ) ની ફેમિલી તમિલનાડુથી આવીને એકદમ સેટ થઇ ચુકી છે. તે જ સાંકડી ગલીઓમાં નાનો કુંદન તેના ખાસ મિત્ર મુરલી (જીશાન) અને કોન્સ્ટેબલની પુત્રી બિંદિયાની સાથે આખો દિવસ મોજ મસ્તી કરે છે. 10 વર્ષના કુંદને પહેલી વખત જ્યારે ઝોયા (સોનમ કપૂર) ને જોઇ તો તે નમાઝ પઢી રહી હતી. પહેલી જ નજરમાં તેનુ દિલ ઝોયા પર એવુ ફિદા થઇ ગયુ કે, સ્કૂલ જવાથી લઇને તે તેના ઘરે પહોંચે ત્યાં સુધી તે ઝોયાનો પીછો છોડતો ન હતો. તેનુ નામ જાણવા માટે કુંદને તેની શેરીમાં ઝોયા માટે પંદર લાફા પણ ખાધા છે. ઝોયાના પપ્પાને જ્યારે તે વિશે ખબર પડી તો તેમને ઝોયાના આગળના ભણતર માટે તેને તેમના સંબંધીની પાસે અલીગઢ મોકલી દીધી. અલીગઢથી આગળનુ ભણતર પૂરુ કર્યો પછી ઝોયા બનારસ પહોંચી. તેનો પ્રિય મિત્ર મુરલીની સલાહ માનીને કુંદન ઝોયાને તેના પ્રેમની વાત કહેવા માટે ગયો.

કુંદન કહી કહે એ પહેલા જ ઝોયાએ તેને કહી દીધુ કે, દિલ્હીમાં સ્ટડી દરમિયાન તેને અકરમ (અભય દેઓલ) ની સાથે પ્રેમ થઇ ગયો છે. ઝોયા ઇચ્છે છે કે, અકરમ સાથે લગ્ન કરવા માટે કુંદન તેની ફેમિલીને રાજી કરે. ઝોયાની ફેમિલી અકરમ અને ઝોયાના લગ્ન માટે રાજી થઇ જાય છે પરંતુ ત્યારે એવુ થાય છે કે, કુંદન ઝોયાની નજરોમાં નાયક થી ખલનાયક બની જાય છે.

એક્ટિંગ

સાઉથથી આવેલા તામિલ એક્ટર ધનુષે ઠેઠ બનારસી છોકરાની ભૂમિકા માટે ઘણુ હાર્ડ કામ કર્યું છે. ધનુષ હિન્દી અને બનારસની ગાળો શીખવા માટે તે લોકોની વચ્ચે કેટલાક દિવસો પણ પસાર કર્યાસ છે. સોનમે સ્કૂલની છોકરી તરીકે ભૂમિકાથી લઇને સ્ટ્રીટ નાટક કરનારી ઝોયાની ભૂમિકાને સારી રીતે ભજવી છે.

ઇન્ટરવલ પહેલા સોનમની ભૂમિકા કંઇક રીતે બરાબર લાગતી નથી પરંતુ ઇન્ટરવલ પછી સોનમે કંઇક સારુ કામ કર્યુ.

ડાયરેક્શન

આનંદ એલ.રાયની સ્ક્રિપ્ટ પર સારી એવી પકડ છે. બનારસના રિયલ લોકેશન પર તેમને દરેક ભૂમિકાની સાથે સારી એવી મહેનત કરી છે. ઇન્ટરવલ પછી કહાની થોડી સુસ્ત પડે છે પરંતુ છેલ્લી 10 મિનિટ ફિલ્મનો કોઇ જ જવાબ નથી. આનંદના વખાણ કરવા પડશે કે, તેમને દરેક ભૂમિકાને સારા એવા પ્રમાણમાં ફુટેજ આપ્યુ છે.

સંગીત

એ.આર.રહેમાનનુ સંગીત ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. તુમ તક અને ટાઇટલ ટ્રેક પહેલાથી જ હિટ થઇ ચુક્યા છે.

કેમ જોવી જોઇએ ફિલ્મ રાંઝના

એક એવી લવ સ્ટોરી છે જે શરૂ થી અંત સુધી તમને જોવા માટે મજબૂર કરી દે છે. દિલ્હી અને બનારસનુ લોકેશન, ધનુષ અને મોહમ્મદ અયૂબની સરસ એક્ટિંગ.
 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com