લંડન : 26, સપ્ટેમ્બર
સતત વિવાદોમાં રહેનારી મોડેલ લિન્ડસે લોહાનને હવે નવું કામ મળી ગયું છે. લિન્ડસે હવે ફેશન ડિઝાઇનર ફિલિપ પ્લીન દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી રેન્જનો પ્રચાર કરશે.
પ્રાપ્ત સમાચાર અનુસાર લોહાને ફિલિપ દ્વારા તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો માટે ફોટોગ્રાફર્સને આકર્ષક પોઝ આપ્યા છે.
ડિઝાયનર ફિલિપે કહ્યું કે લિન્ડસે બહુ સુંદર અને જાણીતી મોડેલ છે અને તેનાથી બ્રાન્ડને એક નવી છબિ મળશે.
લિન્ડસે લોહાન હવે 2012 સમર કલેક્શન માટે બનનારી જાહેરાતોમાં જોવા મળશે. આ પહેલા 2010માં આ બ્રાન્ડની એમ્બેસેડર મિશા બાર્ટન હતી.
|