Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 12:01:32 PM IST
 

સ્ટીવને અલવિદા કહેવા મજબૂર કરનાર પેન્ક્રિયાઝ કેન્સર શું છે ?

Oct 08, 2011 Offbeat
 
Tags:   Steve Jobs Apple Pancreatic cancer comment     E-Mail     Print    
 
Viewed: 767
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 08, ઓગસ્ટ

એપ્પલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સને 2004માં પેનક્રિયાઝ કેન્સર વિશે જાણ થઇ હતી. સાત વર્ષ બાદ કેન્સરે તેમનો જીવ લીધો હતો. નિષ્ણાંતોનું કહેવું છે કે પેન્ક્રિયાટીક કેન્સરના ઘણાં ઓછા મામલાઓમાં સાત વર્ષનો સર્વાઇવલ રેટ (Survival Rate) હોય છે. પેન્ક્રિયાટીક કેન્સરની પ્રારંભિક અવસ્થામાં જાણ નથી થતી અને જ્યાં સુધી તેના વિશે ખબર પડે છે ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હોય છે. પેન્ક્રિયાટીક કેન્સરના (Pancreatic cancer) સૌથી વધારે દર્દીઓમાં સર્વાઇવલ પીરિયડ (Survival period) એક વર્ષનો હોય છે અને માત્ર પાંચ ટકા લોકો જ પાંચ વર્ષ સુધી જીવિત રહી શકે છે. કેન્સરના કારણે થતા મૃત્યુમાં પેન્ક્રિયાટીક કેન્સર સૌથી મોટું કારણ છે.

મોડેથી જાણ થાય છે


પેન્ક્રિયાટીક આપણાં શરીરમાં પેટ અને આંતરડાંની વચ્ચે થાય છે. તે કરોડરજ્જુના હાડકાંની બિલકુલ ઉપર હોય છે. તેનાથી એન્ઝાઇમ નિકળે છે જે ભોજન પચાવવામાં મદદ કરે છે. પેન્ક્રિયાઝમાં તે જગ્યા પર જ્યાંથી આ આંતરડું જોડાય છે ત્યાં થતા કેન્સરને પેરી એમ્પ્યુલરી કેન્સર કહેવામાં આવે છે. પેન્ક્રિયાટીક કેન્સરમાં આ પ્રકારના કેન્સર વિશે સૌથી પહેલા જાણ થાય છે આ માટે તે ઓછું જોખમી ગણવામાં આવે છે. હેડ ઓફ પેન્ક્રિયાઝ,(Head of Pancreas) બોડી ઓફ પેનક્રિયાઝ  (Body Of Pancreas)  અને ટેલ ઓફ પેન્ક્રિયાઝ (Tail Of Pancreas) મહત્તમ ઘાતક ગણવામાં આવે છે. આ કેન્સર વિશે બહુ મોડેથી જાણ થાય છે અને ત્યારે સ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઇ હોય છે. ગ્લોબલ ફિગરના પ્રમાણે 2002માં 2,32,000 લોકો પેન્ક્રિયાટીક કેન્સરથી પીડિત હતા જ્યારે 2010માં આ કેન્સરથી પીડિત  2,27,000 દર્દીઓના મોત નિપજ્યા હતા.

બચાવની સંભાવના ઓછી હોય છે

અપોલો હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, એચપીબી અને જીઆઇ સર્જરી કન્સલ્ટન્ટ્સ ડો. રવિન્દ્ર પાલ સિંહ કહે છે કે પેરી એમ્પ્યુલરી કેન્સર વિશે વહેલી જાણ થઇ જાય છે. હેડ ઓફ પેન્ક્રિયાટીઝ વિશે જ્યાં સુધી જાણ થાય છે ત્યાં સુધી તે એટલી હદે વધી ગયું હોય છે કે જ્યારે તેના કારણે દર્દીની નસો પર દબાણ થવાનું શરૂ થઇ જાય છે અને તેના કારણે દર્દ થવાનું શરૂ થઇ જાય છે. આ પ્રકારે બોડી અને ટેલ ઓફ પેન્ક્રિયાઝ વિશે જ્યાં સુધી જાણ થાય છે ત્યાં સુધી શરીરમાં ફેલાઇ ગયું હોય છે. પેરી એમ્પ્યુલરીના જેટલા કેસ આવે છે તેમાં 80 ટકા દર્દીઓનું ઓપરેશન કરી શકાય છે. જો કે જેટલા લોકોના ઓપરેશન થાય છે તેમના ઓપરેશન સફળ રહેવાની શક્યતાઓ 30થી 35 ટકા જ હોય છે. સરવાઇવલ રેટ 5 વર્ષનો હોય છે અને હેડ ઓફ પેન્ક્રિયાઝ વિશે મોડેથી જાણ થતી હોવાથી માત્ર 25 ટકા કેસમાં જ ઓપરેશન થઇ શકે છે. આ કેન્સરમાં સર્વાઇવલ રેટ માત્ર 20થી 25 ટકા છે. બોડી અને ટેલ ઓફ પેન્ક્રિયાઝમાં માત્ર 15થી 20 ટકા કેસ એવા હોય છે જેના પર ઓપરેશન કરી શકાય છે જેમાં સર્વાઇવલ રેટ 15 ટકાની આસપાસ હોય છે.

સતત વધી રહ્યા છે કેસ

ભારતમાં અન્ય દેશોના મુકાબલે પેન્ક્રિયાટીક કેન્સરના કેસ ઓછા હોય છે. પરંતુ આ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષોથી એમ્સમાં દર મહિને એક કે બે કેસ પેન્ક્રિયાટીક કેન્સરના આવી રહ્યા છે. મેદાંતા મેડિસીટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ હિમેથોલોજી એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં એશોશિયેટ્સ કન્સલ્ટન્ટ ડો. રાહુલ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે આ કેન્સર રેર હોય છે અને તેની જાણ બહુ મોડેથી થાય છે જેના કારણે તેના ઇલાજની સંભાવના પણ ઓછી થઇ જાય છે.આ કેન્સરના સર્વાઇવલ પીરિયડ છથી નવ મહિનાનો હોય છે.

શું છે કારણ

રોકલેન્ડ હોસ્પિટલમાં ઓનકોલજી ડિપાર્ટમેન્ટમાં હેડ ડો. કે.કે પાંડે કહે છે કે અત્યાર સુધી આ કેન્સરના મુળ વિશે જાણી શકાયું નથી. પરંતુ જો કોઇના પેટમાં સતત દુખાવો રહેતો હોય અને લાંબા સમયથી કમળો રહે તો આનો ટેસ્ટ ચોક્કસથી કરાવી લેવો જોઇએ. આ કેન્સર હોઇ શકે છે. ડો. રવિન્દ્ર પાલ સિંહ કહે છે કે ભલે તેના કારણો વિશે કોઇ જાણકારી નથી મળી પરંતુ તેના રિસ્ક ફેક્ટરને ઓછા કરી શકાય છે. આ કેન્સરથી બચવા માટે દારૂ અને સિગારેટથી દુર રહેવું જોઇએ. તેમજ લીલાં શાકભાજી અને ફળ ખાવા જોઇએ તેમજ હેલ્થી લાઇફ સ્ટાઇલ અપનાવવી જોઇએ અને મેદસ્વીપણાંથી પણ દુર રહેવું જોઇએ.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com