Jul 05,2015 11:31:48 AM IST
 

દહેજ માગતા સાસરિયાંઓ સામે દાહોદની પરિણીતાની પોલીસ ફરિયાદ

Jul 19, 2013 00:30 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 206
Rate: 0
Rating:
Bookmark The Article

દાહોદ તા.૧૮

દહેજની માંગણી કર તથા અવાર નવાર દહેજ બાબતે મહેણાં ટોણાં મારી સાસરીયાઓ દ્વારા ગુજારાતા શારિરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલી દાહોદની પરિણિતાએ તેના જેઠ- જેઠાણી તથા નણંદ તેમજ પતિ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યાનું જિલ્લા પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દાહોદ શહેરના વણઝારવાડ, ભાટીયા સ્ટુડીઓની ગલીમાં રહેતી પરિણિતા ૩૩ વર્ષીય સબાનાબેન સલીમભાઈ અબ્દુલમજીદ શેખને છેલ્લા નવ વર્ષથી તેનો પતિ સલીમભાઈ અવાર નવાર મારઝુડ કરી તારા બાપના ઘરેથી રૃ. પાંચ લાખ લઈ આવ, મારે ગાડી લાવવાની છે. તારા બાપના ઘરેથી રૃપિયા નહીં લાવે તો તને જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી મારે બીજી પત્ની લાવવાની છે. તને રાખવાની નથી, કહી શારિરીક અને માનસીક ત્રાસ આપી તેમજ તેણીના જેઠ ગનીભાઈ અબ્દુલમજીદ શેખ, જેઠાણી ફરીદાબેન ગનીભાઈ શેખ તથા નણંદ અફસાનાબેન ઈરફાન શેખ વગેરેએ ભેગા મળી તેને સલીમ સાથે રહેવા દેવાની નથી. તું દહેજમાં કશું લાવી નથી તેમ કહી શારિરીક અને માનસીક ત્રાસ આપતા હતા.આ સંબંધે પતિ તેમજ સાસરીયા દ્વારા ગુજારાતા ત્રાસથી પિડીત શબાનાબેન સલીમભાઈ શેખે તેના પતિ, જેઠ, જેઠાણી તથા નણંદ વિરૃધ્ધ દાહોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com