Nov 28,2014 03:12:15 AM IST
 

'સંદેશ' ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધાઃ ૧૦મી સુધી એન્ટ્રી ખુલ્લી

Jul 25, 2013 01:27 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 370
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૨૪

ફોટોગ્રાફી કરવાનો પણ અનેરો આનંદ હોય છે. ફોટોગ્રાફીના શોખીનો માટે 'સંદેશ' અને 'એફ સ્ટોપ'ના ઉપક્રમે 'ફોટોગ્રાફર ઓફ ધ યર' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા માટે ફોટોગ્રાફીના શોખીનોએ પાંચ ફોટા મેઈલ દ્વારા મોકલવાના રહેશે. તા.૧૦મી ઓગસ્ટ સુધી ફોટો સ્વીકારાશે જ્યારે તા. ૧૯મી ઓગસ્ટના 'વર્લ્ડ ફોટોગ્રાફી-ડે' નિમિત્તે અમદાવાદ સ્થિત રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે શ્રેષ્ઠ ફોટોનું પ્રદર્શન યોજવામાં આવશે.

  • પસંદગી પામેલા ફોટોગ્રાફ્સનું ૧૯મી ઓગસ્ટે પ્રદર્શન

'સંદેશ' ફોટોગ્રાફર ઓફ ધ યર' સ્પર્ધામાં ગુજરાતભરમાં ફોટાગ્રાફીના શોખીનો એન્ટ્રી મોકલી શકશે. 'સિટી લાઇફ' થીમ આધારિત ફોટોગ્રાફી એન્ટ્રી તરીકે માન્ય ગણવામાં આવશે. વૈભવ-વારસો, સંસ્કૃતિ તેમજ માનવીય જીવનને સ્પર્શતા વિષયને આધારિત ફોટોગ્રાફીને સ્વીકારાશે. દરેક ર્સ્પધકે અલગ-અલગ પાંચ ફોટો મોકલવાના રહેશે. ફોટો મોકલવા માટે ઈ-મેઇલ આઈડી આ પ્રમાણે છે : contest@sandesh.com

ર્સ્પધકે પાંચેય ફોટોની ટૂંકમાં વિગતો સ્પષ્ટ ભાષામાં લખવાની રહેશે. દરેક ફોટોની સાઈઝ ૧૦૨૪ટ૭૬૮ પિક્સલ્સ હોવી જરૂરી છે તેમજ ત્નઁઈય્ ફોર્મેટમાં મોકલવી પડશે. ફોટોની સાઈઝ ૫દ્બહ્વથી વધુના હોવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફોટોગ્રાફી સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા ફોટોગ્રાફર પ્રકાશ તિલોકાની, વિનય પંજવાણી રહેશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com