Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:23:36 AM IST
 

પાર્ટી આયોજકોને અદાલતમાં ઘસડી જવા લોહાનની ધમકી

Dec 31, 2011 Entertainment > Hollywood
 
Tags:   Lindsay Lohan Party Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 1854
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન: તા. 31

હોલિવૂડની ટ્રબલ્ડ સ્ટાર લિન્ડસે લોહાને દુબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાયેલી એક પાર્ટીના પ્રમોશન માટે તેનાં નામનો ઉપયોગ કરવા બદલ પાર્ટી આયોજક કંપનીને અદાલતમાં ઘસડી જવા ધમકી આપી છે. લોહાનના પ્રતિનિધિએ લોહાન દુબઈમાં એક પાર્ટીમાં વર્ષ ૨૦૧૨ને આવકારશે તેવા બનાવટી અહેવાલો અંગે સ્પષ્ટતા કરવા અનામી કંપનીને પત્ર મોકલ્યો છે. કથિત અહેવાલ મુજબ સંયુક્ત આરબ અમિરાતમાં એક ક્રુઝ શિપ પર આયોજિત પાર્ટીમાં લિન્ડસે લોહાન હાજરી આપશે.

અભિનેત્રીના પ્રવક્તા સ્ટીવ હોનિંગે જણાવ્યું હતું કે આ અહેવાલો તદૃન પાયાવિહોણા છે. લોહાન નવા વર્ષની ઉજવણી કેલિર્ફોનિયામાં કરવાની છે. હોનિંગે ઉમેર્યું હતું કે લિન્ડસે નવા વર્ષની પાર્ટી માટે દુબઈ જવાની નથી અને તે અંગે તેણે ક્યારેય વિચાર્યું પણ નથી, તે નવા વર્ષની ઉજવણી તેના નજીકના મિત્રો અને પરિવાર સાથે લોસએન્જલસમાં કરશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com