Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 12:30:37 AM IST
 

RPFનો જવાન પણ મહેફિલમાં ઝડપાયો

Jan 02, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 357
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત તા.૧

આભવાના એક ફાર્મ પર કેટલાક ખેડૂતો પાર્ટી મનાવી રહ્યા હતા ત્યાં પણ પોલીસે દરોડો પાડી ૧૫ ખેડૂતોને ઝપડી લીધા હતા જે પૈકી એક વલસાડ આરપીએફનો કોન્સ્ટેબલ છે.

·         થર્ટીફર્સ્ટની પાર્ટીના રંગમાં ACP વિધિએ ભંગ પાડયો

થર્ટીફર્સ્ટની રાત્રિએ ઠેર ઠેર પાર્ટીઓનાં આયોજન કરવામાં આવતાં હોય છે. આ દિવસે લોકો નશો કરીને નવા વર્ષને આવકારતા હોય છે. જો કે, આ બાબતે પોલીસ પણ છેલ્લા એક અઠવાડિયાથી સક્રિય થઇ હોવાથી નશો કરનારાઓએ ખૂબ જ તકેદારી રાખી હતી તેમ છતાં કેટલાંક લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. ઉમરા પોલીસમથકમાંથી મળતી માહિતી અનુસાર આભવાગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં ચાલતી થર્ટીફર્સ્ટની પાર્ટીમાં શરાબ પણ પીવાતો હોવાની બાતમી એસીપી વિધિ ચૌધરીને મળતા તેમણે સ્ટાફ સાથે મળીને દરોડો પાડયો હતો.

આ દરોડામાં કુલ પંદર જેટલા ખેડૂત રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ પાર્ટીમાંથી પીપલોદ ખાતે રહેતો અને વલસાડમાં લોકો સેલમાં ફરજ બજાવતો આરપીએફનો કોન્સ્ટેબલ પરેશ સોમા પટેલ પણ ઝડપાઇ જતાં તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત નશો કરીને ડ્રાઇવિંગ કરી રહેલા અન્ય ચાર મળીને કુલ ૧૯ જણા સામે ઉમરા પોલીસે કાર્યવાહી કરી હતી જ્યારે અઠવા પોલીસે ગોપીપુરા કાજીના મેદાનમાં નશો કરીને બેઠેલા ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા. આમ થર્ટીફર્સ્ટની રાત્રિએ પોલીસને ફક્ત ૨૨ જ દારૂડિયાઓ મળી આવ્યા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com