Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 12:14:02 PM IST
 

પ્રોસેસર્સની હાલત સેન્ડવીચ જેવી

Jan 02, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 393
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૧

રો મટિરિયલ્સ તથા બળતણની વધતી કિંમતો સામે ટેકસ્ટાઇલ પ્રોસેસિંગ જોબચાર્જ વધારવા માટે મજબૂર બનેલા ટેકસ્ટાઇલ પ્રોસેસર્સની હાલત ટેકસ્ટાઇલ ટ્રેડર્સના વિરોધ બાદ કફોડી બનવા પામી છે. રો- મટિરિયલ્સ તથા મજૂરી કોસ્ટ જેવા ભારણના કારણે ટેકસ્ટાઇલ પ્રોસેસિંગની પડતર કિંમત ૪૦ ટકા જેટલી વધી ગઇ છે. જે સામે ૧૦ ટકા જોબચાર્જ વધારવા ટેકસ્ટાઇલ પ્રોસેસર્સે નિર્ણય કર્યો છે. ટ્રેડર્સના વિરોધ બાદ જોબચાર્જમાં વધારાના અમલમાં અવરોધ ઊભો થવાના સંજોગો છે. જો કે ટેકસ્ટાઇલ પ્રોસેસર્સે ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ માટે જોબચાર્જમાં વધારાનો અમલ કરવાના નિર્દેશ આપ્યા છે.

·         ગેસ ભાવવધારા અને ટ્રેડર્સના વિરોધ વચ્ચે

·         પ્રોસેસિંગ ચાર્જમાં વધારાના અમલ સામે વિરોધ ઊઠતા પ્રોસેસર્સ મૂંઝવણમાં

·         ઊંચે જતી પડતર કિંમત સામે જોબચાર્જમાં વધારો અનિવાર્ય હોવાનો પ્રોસેસર્સનો મત

·         જોબ ચાર્જ વધારવાના નિર્ણયને બે વર્ષ અગાઉની સમજૂતીનો ભંગ લેખાવતું ફોસ્ટા

છેલ્લા થોડા અરસાથી ટેકસ્ટાઇલ પ્રોસેસર્સની મુશ્કેલી વધી છે. ગત વર્ષે એપ્રિલ માસના અરસામાં કેમિકલના ભાવમાં વધારો થયો હતો. દરમિયાન ગત ડિસેમ્બર- જાન્યુઆરી માસમાં લેબર ચાર્જમાં વધારો કરવાના સંજોગો નિર્માણ પામ્યા હતા. જ્યારે લિગ્નાઇટ અને ગેસ જેવા બળતણની કિંમતો સતત વધતી રહી છે. આ સંજોગોમાં ટેકસ્ટાઇલ પ્રોસેસર્સ દ્વારા આગામી ૧૬ જાન્યુઆરીની અસરથી ડાઇંગ ચાર્જમાં ૫૦ પૈસા તથા પ્રોસેસિંગ ચાર્જમાં રૂપિયા ૧નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રકારે વધતી જતી પડતર કિંમત સામે પ્રોસેસિંગ જોબચાર્જ વધારાનો રસ્તો કાઢનારા પ્રોસેસર્સ સામે ટેકસ્ટાઇલ ટ્રેડર્સે વિરોધ નોંધાવતા પ્રોસેસર્સ ભીંસમાં મુંકાયા છે.ફોસ્ટા દ્વારા આ નિર્ણયને બે વર્ષ પહેલા થયેલી સમજૂતીના ભંગ તરીકે લેખાવ્યો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com