Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 04:37:15 AM IST
 

લોધિકા તાલુકામાં ભાજપનો વિજય વાવટો

Jan 04, 2012 Rajkot > Rajkot District
 
comment     E-Mail     Print    
 
Viewed: 366
Rate: 0
Rating:
Bookmark The Article

લોધિકા, તા.૩:

લોધિકા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલોનો વિજય થયો છે. તાલુકાની ૩૬ ગ્રામ પંચાયત પૈકી ૨૦ સમરસ થઈ હતી તેમાં ૧૮ ભાજપ પ્રેરીત હતી. બાકીની ૧૬ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતા ૧૧ ગ્રામ પંચાયતોમાં ભાજપ પ્રેરીત પેનલોનો વિજય થયો હતો. લોધિકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગમાં ભાજપ પ્રેરીત પેનલના હંસાબેન સખીયા ૮૫૪ મતની જંગી લીડથી ચૂંટાઈ આવ્યા હતાં અને તેમની પેનલના ૧૧ માંથી ૧૦ સભ્યો ચૂંટાઈ આવ્યા હતાં. ગ્રામ્ય પંથકમાં ભાજપના વિજય માટે તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, જિ.પં.ના સભ્ય મનસુખભાઈ સરધારા, લોધિકા ભાજપના અગ્રણી પરબતભાઈ ભુત, રોશનભાઈ થોભાણી, લક્ષ્મણસિંહ જાડેજા, હકુભાઈ પરમાર વગેરેની જહેમત ફળી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com