Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 07:51:11 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ડાંગમાં કોંગ્રેસનો જ દબદબો રહેશે

Jan 06, 2012 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 386
Rate: 0
Rating:
Bookmark The Article

વાંસદા-ડાંગ, તા. ૫

ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પ્રેરિત પેનલના સરપંચોના ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાયા છે. તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતોના સમીકરણ જોતા કોંગ્રેસ પાર્ટીને સારો એવો પ્રતિસાદ મળતા સમગ્ર ડાંગ જિલ્લામાં કોંગ્રેસનો જ દબદબો રહેશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યકાંત ગાવિતે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના દેખાવથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યકાંત ગાવિતનો હુંકાર
  • કોંગ્રેસના સરપંચો ભારે બહુમતીથી ચૂંટાયા
  • મતોના સમીકરણમાં કોંગ્રેસને સારો પ્રતિસાદ

ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યકાંત ગાવિતે જણાવ્યું છે કે રાજ્ય સરકારના કરોડો રૂપિયાની શોબાજી જેવી કે સદ્ભાવના મિશન અને ગરીબ કલ્યાણ મેળા જેવા તાગડધિન્ના છતાં ડાંગની પ્રજા કોંગ્રેસની સાથે છે. સમગ્ર વહીવટી તંત્રનો રાજકીય હેતુ માટે ઉપયોગ થતો હોય અને રાજ્ય સરકાર, તાલુકા, જિલ્લાનું જોર હોવા છતાં જિલ્લાની આદિવાસી પ્રજા કોંગ્રેસને ભૂલી નથી, જે આંકડાઓ બતાવે છે. કુલ ૬૬ સરપંચના ઉમેદવારો અને ૪૪૮ વોર્ડ મેમ્બરના ઉમેદવારોને અનુક્રમે ૪૭૭૧૪ અને ૪૫૭૬૪ મતો મળેલા છે અને બે અપક્ષનો દાવો જે પૈકી ઝાવડા-ચિકાર અને મહાલ પંચાયતનું અમને કોંગ્રેસનું સમર્થન છે.

કોંગ્રેસ સમર્પિત પતંગના ઉમેદવારો જેમાં ડોકપાતળ, જાખાના અને કાલીબેલ પંચાયત અનુક્રમે ૮,૯ અને ૬ મતે ગુમાવેલ છે, અને શેપુઆંબા, ચિંચવિહિર, ધવલીદોડ અને આહવા જેવી પંચાયતો અનુક્રમે ૮૦૫, ૭૯૩, ૫૪૩ અને ૪૫૩ જેવી જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલ છે, જે કોંગ્રેસ માટે ભવિષ્યમાં ખૂબ જ સારા સંકેતો છે. ભાજપનો કબજો ધરાવતી આહવા, લવચાલી, ધવલીદોડ, ગાઢવી, ગોંડલવિહિર, સરવર, બારખાંધ્યા, ઝાવડા, કોશીમદા અને હારપાડા જેવી ભાજપનો ગઢ ધરાવતી પંચાયતો જે સારા અને શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરીને ભાજપના ગઢમાં ગાબડંુ પાડવામાં કોંગ્રેસ સફળ રહી છે, જે નોંધનીય રહે છે. આવનારા દિવસોમાં લોકપ્રતિનિધિઓને પોતાના ભાજપના કરવા માટે રાજ્ય સરકાર સરપંચોને પણ પગાર આપવાના સમાચાર દૈનિક પત્રમાં ચમકેલા છે. જે સીધો સંપર્ક ધરાવતા જન પ્રતિનિધિઓને પ્રલોભન આપીને ભાજપ પોતાના કરવા કોશિષ કરી રહી છે. જે રઘવાયેલી ભાજપ સરકાર સ્પષ્ટ જનધાર નથી.

ફકત સસ્તી પ્રસિદ્ધિ અને મહિના પહેલા ભાજપ સરકારનો વહીવટીતંત્ર તો બેફામ રાજકીય જંગ મેળવવા માટેના પ્રયત્નોમાં સદ્ભાવના મિશન અને ગરીબ કલ્યાણ મેળાની વાત કરીએ અને કોંગ્રેસની સ્વયંભૂ કોંગ્રેસની વિચારધારા ધરાવતી પ્રજાનો વિચાર કરીએ તો ગ્રામ પંચાયતોનો વિજય ડાંગની પ્રજાનો વિજય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com