Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:32:00 PM IST
 

ફળો પરથી જાણો તમારો સ્વભાવ

Jan 06, 2012 Offbeat
 
Tags:   Fruits Apple Banana Nature comment     E-Mail     Print    
 
Viewed: 9971
Rate: 5.0
Rating:
Bookmark The Article

6, જાન્યુઆરી

તમે જાણો છો કે તમે જે ફ્રૂટ્સને પસંદ કરો છો, તેના પરથી તમારો સ્વભાવ જાણી શકાય છે. આને જ્યોતિષ ફળ પણ કહેવામાં આવે છે. ફળ પરથી તમારા સ્વભાવ અને વ્યક્તિત્વને પારખી શકાય છે, અને તમારા જીવનને વધુ સારું પણ બનાવી શકાય છે.અહીં આપેલ બાબતોને તમે ધ્યાનથી વાંચો અને નક્કી કરો કે તમને કયું ફળ પસંદ છે.

સફરજન
જો તમને સફરજન પસંદ હોય તો તમે અસાધારણ, સ્ફૂર્તિલા અને સ્પષ્ટ વક્તા છો. તમે વિષમ પરિસ્થિતિમાં પણ ઝડપથી નિર્ણય કરી શકો છો. તમને દેશ દુનિયાની વિવિધ જાણકારી લેવી ગમે છે. તમને કોઈના દબાવમાં કામ કરવું ગમતું નથી. તમને જેટલો જલ્દી ગુસ્સો આવે છે, એટલો જ જલ્દી શાંત પડી જાય છે. તમે તમારા પ્રેમને મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકો છો, અને તમે બહુ લકી છો કે તમને લોકોનો સાચો પ્રેમ મળે છે.

કેળા
જો તમને કેળાં પસંદ હોય તો તમે નમ્ર સ્વભાવના છો. તમે શાંત અને બીજાઓની મદદ કરનારાઓમાંથી છો. તમે સંકટની સ્થિતિમાં પણ ધીરજથી કામ લો છો. તમને લોકો પસંદ કરે છે. તમે સંજોગો સાથે અનૂકુળ થઈ જવામાં માનો છો. તમારો સારો સ્વભાવ બીજાને તમારી તરફ આકર્ષિત કરે છે. તમે દરેક સંબંધોનું મહત્વ જાણો છો.

દ્રાક્ષ
જો તમને દ્વાક્ષ ભાવતી હોય તો તમે ગરમ મિજાજના છો. તમને પણ ગુસ્સો આવે છે, પણ થોડા સમય માટે જ આવે છે. તમે તમારા જીવનને ઉત્સાહથી જીવવામાં માનો છો, એટલા માટે લોકો પણ તમને પસંદ કરે છે. તમારા મનમાં કોઈના માટે વેરભાવ નથી. તમને સુંદરતા ગમે છે, એટલા માટે સુંદરતા પણ તમારા તરફ આકર્ષાય છે. જો તમે એક યુવક છો, તો તમારી સ્ત્રીમિત્ર વધારે છે, અને જો તમે એક યુવતી છો, તો તમારા પુરુષમિત્ર વધુ છે. તમે મહેનતુ પણ છો અને તમારા જીવનમાં પ્રગતિ પણ ઈચ્છો છો. 

ચેરી
જો તમને ચેરી પ્રિય હોય તો તમે કલ્પનાશીલ, રચનાત્મક, વફાદાર અને ઈમાદાર છો. તમારે તમારા જીવનમાં ઘણાં તડકાં-છાયાં જોવા પડ્યાં છે. તમને સંઘર્ષ કર્યાં પછી જ કોઈ વસ્તુ મળે છે, અને તે કાયમી ટકે છે.

નારિયેળ

તમને નારિયેળ ગમતું હોય તો તમે વિચારશીલ, સતર્ક, મનનશીલ, હોશિયાર અને મિલનસાર સ્વભાવના છો. તમે મઝાકિયા વૃત્તિ પણ ધરાવો છો, તમે થોડા જીદ્દી પણ છો. તમે પ્રેમને લઈને ઘણાં જ ભાવુક છો, પરંતુ તમે ઘણાં બુદ્ધિશાળી છો. તમે મહેનતુ છો, આથી તમારી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં.

કેરી
જો તમને કેરી વધુ પ્રિય હોય તો તમે તમારા માતા-પિતાના લાડકાં છો. તમે તમારી પસંદ અને નાપસંદ પ્રત્યે ખૂબ સ્પષ્ટ છો. તમને કોઈ આસાનીથી પટાવી નહીં શકે. તમારી પાસે તર્ક કરવાની શકિત સારી છે. તમે તમારા જીવનને એક ચુનૌતી માનો છો, અને ચુનૌતીને સ્વીકારો પણ છો. તમે પ્રેમી પાત્રથી લકી છો. તમે લોકોને મદદ કરવામાં પણ માનો છો.

મોસંબી

જો તમને મોસંબી ખાવી ગમતી હોય તો તમે ધીરજ ધરનાર છો. તમે શરમાળ, ભરોસાપાત્ર અને સુંદર પણ છો. તમે મહેનતથી જ કમાવવામાં માનો છો. તમે ઝઘડાને દૂર રાખો છો, તમને અન્ય વ્યક્તિ સાથે પ્રેમથી ભળવું ગમે છે.

પપૈયું

તમને પપૈયું ભાવે છે, તો તમે ઉદાર, નિડર અને તર્કશીલ વ્યક્તિ છો. તમને લોકોને હસાવવા ગમે છે. તમે આખાબોલાં છો અને તમારી તર્કશક્તિ પણ સારી છે, તમારી ભાષા પણ સ્પષ્ટ છે. તમે ઉચ્ચ પદવીને લાયક છો.

અનાનસ

જો તમે ફ્રૂટમાં અનાનસને પસંદ કરતાં હોવ તો તમે બહાદુર, આત્મનિર્ભર અને ઈમાનદાર છો. તમે સ્વભાવથી ખૂબ ચંચળ છો. તમે એકની એક વસ્તુથી જલ્દી કંટાળી જાઓ છો, એટલે તમે વારંવાર નોકરી પણ બદલ્યા કરો છો. તમે પ્રેમની બાબતમાં વફાદાર છો, પરંતુ તમે વિજાતીય આકર્ષણ ધરાવો છો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com