Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 01:30:38 AM IST
 

વિક્ટોરિયા માટે એલિઝાબેથના દાગીના ખરીદવા બેકહામની વિચારણા

Sep 23, 2011 Sports
 
Tags:   David Beckham Victoria Beckham Elizabeth Taylor Jewelry comment     E-Mail     Print    
 
Viewed: 1751
Rate: 0
Rating:
Bookmark The Article

લોસએંજલસ, તા.૨૨

ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામ પત્ની વિક્ટોરિયા માટે અભિનેત્રી એલિઝાબેથ ટેલર દ્વારા ઉપયોગ કરવામાં આવેલા દાગીના ખરીદવા વિચારી રહ્યાં છે. ડેવિડ બેકહામ છેલ્લા કેટલાક દિવસોથી આને લઈને ગણતરીમાં છે. એલિઝાબેથ ટેલરના કિંમતી દાગીનાઓની હવે હરાજી થનાર છે.

 ડેવિડ બેકહામે અને ભૂતપૂર્વ સ્પાયસ ગર્લ વિક્ટોરિયા પ્રત્યે પ્રેમભાવના વ્યક્ત કરવા માટે હોલિવૂડની મહાન અભિનેત્રીના દાગીના ખરીદવાની ઉત્સુકતા બતાવી છે. હીરાજડિત આ દાગીનાની કિંમત આશરે ૨૯ લાખ ડોલર જેટલી આંકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેકહામનું માનવું છે કે, તેની અને વિક્ટોરિયા વચ્ચેનો પ્રેમસંબંધ સતત વધી રહ્યો છે. આવા સમયમાં તે પત્નીને એક યાદગાર ભેટ આપવા માંગે છે. ડેવિડ બેકહામ અને વિક્ટોરિયાના સંબંધો સમગ્ર વિશ્વમાં જાણીતા છે. બંને મોટી સેલિબ્રિટી હોવા છતાં તેમની વચ્ચે ક્યારેય પણ કોઈ પ્રકારનો વિખવાદ સપાટી પર આવ્યો નથી. ડેવિડ રોબર્ટ જોસેફ બેકહામ એક ઈંગ્લિંશ ફૂટબોલ ખેલાડી છે.

  • એલિઝાબેથ ટેલરના દાગીનાની ટૂંક સમયમાં હરાજી થશે

બેકહામ વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલ ખેલાડી છે. ડેવિડ બેકહામ ઈંગ્લેન્ડના ફૂટબોલ કેપ્ટન તરીકે પણ રહી ચૂક્યો છે. હાલમાં તે લોસએન્જેલસ ગેલેક્સી વતી રમી રહ્યો છે. આ અગાઉ તે માન્ચેસ્ટર યુનાઈટેડ, પ્રેસ્ટન નોર્થ એન્ડ, રિયાલ મેડ્રિડ અને એસી મિલાન તરફથી રમી ચૂક્યો છે.

બેકહામે ઘણા રેકોર્ડ કર્યા છે. ૧૭ વર્ષની વયે તે પ્રથમ વખત રમ્યો હતો. બેકહામે આંતરરાષ્ટ્રીય ૧ સપ્ટેમ્બર ૧૯૯૬ના દિવસે ૨૧ વર્ષની વયે એન્ટ્રી કરી હતી. ૧૫ નવેમ્બર ૨૦૦૨ના દિવસે રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો હતો અને ૨૦૦૬માં રમાયેલ ફિફા વર્લ્ડ કપમાં પણ નેતૃત્વ કર્યું હતું. આ ગાળા દરમિયાન તે ૫૮ મેચ રમ્યો હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com