Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:44:22 AM IST
 

સ્વામિ. મંદિરના શાકોત્સવમાં ભક્તો ઉમટયા

Jan 09, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 1272
Rate: 2.6
Rating:
Bookmark The Article

ભુજ,તા.૮

સ્વામીનારાયણ સંપ્રદાયમાં વિવિધ પ્રકારનાં તહેવારોનું આગવું મહત્વ છે.હિંડોળા ઉત્સવ, અન્ન કુટોત્સવ,ફુલદોલોત્સવ સહિતના વિવિધ પર્વોની જેમ શાકોત્સવનું પણ અનોખું મહત્વ રહેલું છે.કચ્છના પાટનગર ભુજ ખાતે આવેલા નુતન સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ પ્રકારનાં અવનવા શાક તૈયાર કરીને શ્રદ્ધાળુઓને પીરસવામાં આવ્યા હતાં.શાકોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવી રહ્યું છે.

·         વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુલક્ષીને ઉજવાયો ઉત્સવ : વિશાળ સંખ્યામાં ભક્તોએ લાભ લીધો

આ અંગે મળતી વિગતો પ્રમાણે એક માન્યતા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ભગવાન સ્વામીનારાયણ લોહીયા ગામમાં રોકાયા હતાં.તે દરમ્યાન એક ભક્તે બળદગાડું ભરીને રીંગણા આપ્યા હતાં.ત્યારે સ્વામીનારાયણ ભગવાનને સવાલ થયો કે આટલા બધા રીંગણાનું શુ કરવું ત્યારે ભક્તે આપેલા તમામ રીંગણા એક મોટા તપેલામાં ન્મુકીને શાક બનાવવા માટે ચુલા પર ચડાવ્યા હતા.અને ગામના તમામ ભક્તોને પોતાના ઘરેથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ તેમજ અલગ અલગ શાક લઇ આવવા માટે જણાવ્યું હતું.ગામના તમામ લોકોએ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ તથા શાક તેમાં નાખ્યા,થોડા સમય બાદ શાક તૈયાર થઇ જતાં ભક્તોને તે જમવા માટે આપ્યું હતું ત્યારે તે શાક દરેક ભક્તને પોતાના મનગમતા ભોજનનો સ્વાદ મળવા લાગ્યો હતો.જો કેઆ એક ભગવાનની લીલા હોવાનું માનવામાં આવે છે.પરંતુ ત્યારથી લઇને આજદિન સુધી તમામ મંદિરોમાં શાકોત્સવની ઉજવણી ભાવભેર કરવામાં આવી રહી છે.ભુજ ખાતે આવેલા વિવિધ મંદિરોમાં પણ સમયાંતરે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં ચાલુ વર્ષે ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.તો મંદિરના સંતો-મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શ આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com