Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 09:24:13 PM IST
 

બસ સ્ટેશન પાસે ફરતી યુવતિએ અનેકને નવડાવ્યા

Jan 09, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 4062
Rate: 3.0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૮

ભુજ બસ સ્ટેશન પાસે થોડા સમયથી એક સ્વરૂપવાન યુવતિ પોતાનું પર્સ ખોવાઈ ગયું છે મદદ કરો તેમ કહી અનેક લોકોને મીઠી વાતો કરી પોતાનો શિકાર બનાવતી હોવાનું લોકોમાંથી જાણવા મળ્યું છે.

·         મીઠી મીઠી વાતો કરીને

·         પર્સ ખોવાઈ ગયું છે તેમ કહી લોકોને શિકાર બનાવી રહી છે

બસ સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારોમાં સવારના ચાર વાગ્યામાં જીન્સ - ટીશર્ટ પહેરેલ એક સ્વરૂપવાન યુવતિ આંટા ફેરા મારતી જોવા મળે છે. બહારથી આવતા પ્રવાસી ઓને જોતા હિન્દી કે અંગ્રેજી ભાષામાં ક્યારેક પોતાના ઘરની પરિસ્થિતિ વિશે જણાવે છે તો ક્યારેક મુન્દ્રા કોલેજમાં અભ્યાસ કરૂ છું ફીના ભરવાના પૈસા નથી મદદ રો તેમ જણાવી લોકો પાસેથી રૂ. પ૦થી લઈને પ૦૦ સુધીની રકમ ઉઠાવી છૂમંતર થઈ જાય છે. થોડા દિવસો બાદ ફરી શહેરમાં આવી અવનવી તરકિબ અજમાવી લોકોને શિકાર બનાવે છે.

લોકોના જણાવ્યા મુજબ આ યુવતીની ઉંમર ૧૮ વર્ષથી આસપાસ દેખાઈ રહી છે. અંગ્રેજી અને હિન્દી ફાંકડુ બોલી પ્રવાસીઓ પર પોતાનો પ્રભાવ પાડવાની કોશિષ કરે છે. પૈસા ખંખેર્યા બાદ યુવતી ક્યાં જાય છે ? કોણ છે ? તેની કોઈ જ જાણકારી નથી. યુવતીએ લોકોને છેતરવાનો ધંધો બનાવી લીધો હોય તેથી આ યુવતિની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સાથે શહેરીજનોએ થોડી સર્તકતા રાખવાની જરૂર દેખાઈ રહી છે. કોલેજીયન જેવી દેખાતી યુવતી ઘણીવાર કોઈની સાથે ઓટો રિક્ષામાં પણ જોવા મળી છે. જ્યારે કોઈ પરીચીત આ યુવતીને મળી જાય અને પૂછપરછ કરે ત્યાં સુધીમાં તો તે ગમે તેવું બહાનું કાઢી ત્યાંથી રફૂચક્કર થઈ જાય છે. મીઠી વાતો કરી અનેક પ્રવાસીઓ શિકાર બન્યા હોવા છતાં આબરૂ જવાની બીકે પોલીસને હજૂ સુધી જાણ કરાઈ નથી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com