Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:09:19 PM IST
 

પ્રેમ એક સાથે, સેક્સ અનેક સાથે

Jan 09, 2012 Offbeat
 
Tags:   Men Women Sex comment     E-Mail     Print    
 
Viewed: 12298
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન 9, જાન્યુઆરી

એક અભ્યાસમાં એવું સાબિત થયું છે કે પુરુષો પોતાની સાથી મિત્રને પ્રેમ કરવા છતાં તેમની સાથે વિશ્વાસઘાત કરવાની વૃત્તિ ધરાવે છે. પુરુષો પોતાની સાથી મિત્ર અથવા પત્નીને છોડી શકતાં નથી, કેમ કે સમાજ દેખીતાં સંબંધને જ અપનાવે છે.

સામાજિક વૈજ્ઞાનિક એરિક એન્ડરસનનાં મત અનુસાર પુરુષો પોતાની સાથી મિત્ર ઉપરાંત સંબંધ રાખવાથી પોતાને મહાન માનવા લાગે છે, અને એટલા માટે જ તે પ્રેમ પોતાની સાથી મિત્રને કરે છે અને સેક્સ સંબંધ અન્ય સ્ત્રીમિત્રો સાથે બનાવે છે.

બ્રિટનનાં વિનચેસ્ટર વિશ્વવિદ્યાલયનાં અમેરિકી સમાજ વિજ્ઞાની એન્ડરસને જણાવ્યું હતું કે સેક્સ સંબંધોમાં પુરુષો એકને જ વફાદાર રહે તો તેમની કાર્યશૈલી પર અસર પડે છે, તેમની કામ કરવાની ક્ષમતા પર પણ અસર થાય છે.

એન્ડરસને પોતાના પુસ્તક 'ધ મોનોગેમી ગૈપ: મેન,લવ એન્ડ ધ રિઆલિટી ઑફ ચીટીંગ' માં લખ્યું છે કે વિશ્વાસઘાત કરવો એ પુરુષોમાં અપવાદ નહીં પણ આદર્શ વાક માનવામાં આવે છે. જો કે હવે લોકો પોતાના સેક્સ સંબંધોને જાહેરમાં આપનાવતા થઈ ગયાં છે.

એન્ડરસને 120 સમલૈગિંક અને સામાન્ય પુરુષો પર અભ્યાસ કર્યો હતો. તેમણે જોયું કે 78 ટકા પુરુષો પોતાના સાથી મિત્ર સાથે વિશ્વાસઘાત કરી રહ્યાં હતાં. જો કે આ પુરુષોએ એવું પણ કબૂલ કર્યું હતું કે તેઓ પોતાની સાથી મિત્રને પ્રેમ કરે છે અને તેની સાથે આજીવન રહેવા પણ માંગે છે.

તેમણે એવું પણ કહ્યું હતું કે પુરુષો ભાવનાત્મક રીતે માત્ર એક મહિલા સાથે જોડાવું પસંદ કરે છે, અને સેક્સ સંબંધ અનેક સ્ત્રીઓ સાથે બાંધવા માંગે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com