Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:20:54 PM IST
 

ચીખલીમાં ખનીજ વહન કરતી ટ્રકો અટકાવાઈ

Jan 11, 2012 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 450
Rate: 0
Rating:
Bookmark The Article

ચીખલી, તા. ૧૦

ચીખલી વાંસદા સ્ટેટ હાઇવે પર કોલેજ સર્કલ પાસે બીલીમોરા વેચાણવેરા અધિકારીની ટીમે કપચી, પથ્થરો સહિત ખનીજ વહન કરતી ૫૦થી વધુ ટ્રકો અટકાવી બિલની ચકાસણી હાથ ધરતા ક્વોરી સંચાલકો અને ટ્રાન્સપોર્ટરો અને ટ્રકમાલિકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

·         સેલ્સટેક્સ વિભાગની કામગીરીથી ક્વોરી સંચાલકો, ટ્રાન્સપોર્ટરોમાં ફફડાટ

ચીખલી કોલેજ સર્કલ પાસે મંગળવારે સવારે બીલીમોરા વેચાણવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર બી.સી. તડવી સહિતની ટીમે ક્વોરીમાંથી ખનીજનું વહન કરતી ૫૦ જેટલી ટ્રકો અટકાવી વેચાણવેરાની ચકાસણી માટે બિલોની નકલ લઇ તપાસ હાથ ધર હતી. સેલ્સટેક્સ વિભાગની આ કામગીરીથી ક્વોરી સંચાલકો અને ટ્રાન્સપોર્ટરો અને ટ્રકમાલિકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. સેલ્સ ટેક્સ વિભાગના અધિકારીઓની કાર્યવાહીને પગલે ફોનની ઘંટડીઓ રણકવા મંડતા ઘણી ટ્રકોને ક્વોરીઓમાં તેમજ રસ્તે અને પેટ્રોલ પંપો પર થંભાવી દેવામાં આવી હતી. સેલ્સટેક્સ વિભાગના અધિકારીઓની કાર્યવાહીને પગલે ચીખલી-વાંસદા સ્ટેટ હાઇવે પર ટ્રકોની લાંબી કતાર લાગી ગઇ હતી.વેચાણવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર બી.સી. તડવીને તપાસ અંગે પૂછતાં તેઓએ ઉચ્ચ કક્ષાએથી થયેલા આદેશ મુજબ છાપો મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જો વેરો બાકી હશે તો ૧૫૦ ટકા દંડ ફટકારી કસૂરવારો સામે દંડનીય કાર્યવાહી કરાશે એમ પણ જણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ સેલ્સટેક્સના અધિકારીઓ સામે સંખ્યાબંધ ટ્રકમાલિકો, ક્વોરી સંચાલકોએ એકઠાં થઇ ઇ-રોયલ્ટી હોવાનું જણાવતાં સેલ્સટેક્સ વિભાગના ગળે આ વાત ન ઉતરવા સાથે ઇ-રોયલ્ટી શું છે તે ખબર પડી નહતી. છેવટે કેટલાક આગેવાનોએ ચીખલીમાં કાપડ, રેડિમેઇડના શો-રુમ, માર્બલ સેનેટરી, વાસણના વેપારી, અનાજ-કઠોળના વેપારીઓ ટીન નંબર વગર ચબરખી ઉપર કરોડોનો વેપલો કરતા હોય તે સેલ્સટેક્સ વિભાગને નથી દેખાતું કે પછી મામા-માસીનું ચલાવવામાં આવે છે, આવા સવાલો કરાતા જ અધિકારીઓની બોલતી બંધ થઇ ગઈ હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com