લંડન : તા. 10, જાન્યુઆરી
બ્રિટનનાં માનચેસ્ટર શહેરમાં 20 વર્ષના ભારતીય મૂળના એક વિદ્યાર્થી ગુરદીપ હેયરનો મૃતદેહ મળી આવ્યો છે. ગુરદીપ છેલ્લા આઠ દિવસથી ગુમ હતો.
પોલીસે જણાવ્યુ કે માનચેસ્ટરના સિટી સેન્ટરની મેડલૉક નદીમાંથી ગઈકાલે એક મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ 2 જાન્યુઆરીથી ગુમ ગુરદીપના રૂપમાં કરવામાં આવી છે.
ગુરદીપના ગુમ થયાની તપાસ કરી રહેલી ગ્રેટર માનચેસ્ટર પોલીસે કહ્યું કે માનચેસ્ટર સિટી સેન્ટરમાં યૉર્ક સ્ટ્રીટ નજીક નદીમાંથી શબ મળી આવ્યું અને તેની ઔપચારિક ઓળખ ગુરદીપના રૂપમાં કરવામાં આવી.
પોલીસે જણાવ્યુ કે તેના મોતને લઈને કોઈપણ સંદિગ્ધ પરિસ્થિતિ હોવાની શંકા નથી. ગૃહ કાર્યાલય દ્વારા આ સપ્તાહનાં અંતમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
પોલીસે જણાવ્યુ કે મૃતદેહ મળ્યા બાદ ગુરદીપની શોધ બંધ થઈ ચૂકી છે. તેના મોતને લઈને વધુ માહિતી આપવામાં આવી નથી.