મુંબઈ 12, જાન્યુઆરી
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હોમ લોન પરની પ્રોસેસિંગ ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હોમ લોન માર્કેટમાં ધિરાણ અને તેનો હિસ્સો વધારવાની યોજનાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આને કારણે ખાનગી બેન્કો તેમજ હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓની સરખામણીમાં તે ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજદરે હોમ લોન આપી શકશે તેમ માનવું છે. સ્ટેટ બેન્ક કોઈ પણ નફો લીધા વિના તેનાં ખર્ચને સરભર કરવા પૂરતી જ પ્રોસેસિંગ ફી ગ્રાહકો પાસેથી વસૂલ કરશે. બેન્ક હવે રૂ. ૭૫ લાખથી વધુની લોન પર માત્ર રૂ. ૧૦,૦૦૦ જ્યારે રૂ. ૩૦ લાખથી રૂ. ૭૫ લાખ સુધીની લોન માટે રૂ. ૬,૫૦૦ અને રૂ. ૩૦ લાખથી ઓછી રકમની લોન માટે લોનની રકમના ૦.૨૫ ટકા પ્રોસેસિંગ ફી લેશે.