|
|
ફિલ્મ રીવ્યૂ: 4084 ચાલીસ ચોર્યાંસી
|
|
Jan 13, 2012
|
Entertainment >
Review
|
|
|
|
|
|
|
કલાકાર : નસરુદ્દીન શાહ, કે.કે.મેનન, રવિ કિશન, અતુલ કુલકર્ણી
નિર્માતા : અનુયા મહિસ્કર, સચિન અવસ્થી, ઉદય શેટ્ટી
દિગ્દર્શક : હ્રદય શેટ્ટી
સંગીત : લલિત પંડિત, વિશાલ રંજન
રેટિંગ : 
સ્ટોરી :
એમએચ 02-એ-4084 આ નંબર છે એક પોલીસ વાનનો, જેમાં ચાર પોલીસવાળાં બેઠેલાં છે. પંકજ સૂરી (નસરુદ્દીન શાહ), એલબર્ટ પિન્ટો (કે.કે.મેનન), બલવિંદર સિંહ (અતુલ કુલકર્ણી) અને શક્તિ ચિનપ્પા (રવિ કિશન) આ પોલીસ વાન લઈ પેટ્રોલીંગ માટે નીકળે છે અને તેમની સામે એક વિચિત્ર પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. આ ચારેય હકીકતમાં બનાવટી પોલીસવાળા બનીને લોકોને છેતરવાનું કામ કરે છે.
જેમાં તેમને પોતાનું ભવિષ્ય ઉજળું દેખાય છે. એક ગેંગસ્ટરને પકડવાનાં ચક્કરમાં તેઓ કાનૂન અને અપરાધની રેખા ઓળંગે છે કે નહીં તે જ આ ફિલ્મની કથા છે. આ ફિલ્મમાં વાત ભલે પોલીસવાળાઓની હોય પરંતુ તેમાં હાસ્યરસ ઉતપન્ન કરે તેવી અનેક પરિસ્થિતિઓ પેદા થાય છે, જે દર્શકોને આકર્ષી શકે છે.
રીવ્યૂ :
આ ફિલ્મનાં ડાયરેક્ટર હ્રદય શેટ્ટીએ આ ફિલ્મનાં પાત્રોનાં નામ પોતાની પસંદની ફિલ્મો પરથી રાખ્યાં છે. મહેશ ભટ્ટની સર તેમને ગમતી ફિલ્મ છે, આથી નસરુદ્દીનનું નામ સર રાખવામાં આવ્યું છે. ફિલ્મ બોબી પણ તેમની ગમતી ફિલ્મ છે, જેના પરથી અતુલ કુલકર્ણીનું નામ તેમણે બોબી રાખ્યું છે. તો દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ શક્તિ પરથી તેમણે અન્ય બે પાત્રોનાં નામ 'શક્તિ' અને 'એલબર્ટ પિન્ટો' રાખ્યું છે.
ફિલ્મમાં કોમેડીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, અને એવા ઘણાં સંવાદો છે જે તમને હસવા માટે મજબૂર કરી દેશે. ફિલ્મનો ઈન્ટરવલ પછીનો ભાગ ગંભીર છે, જેમાં ચારેય પાત્રોની અભિનય કુશળતા દેખાય છે. ફિલ્મનાં સીન પણ મનોરંજક છે, જેમાં ડાયરેક્ટર હ્રદય શેટ્ટીએ ખૂબ મહેનત કરી છે. ફિલ્મમાં સૌથી અગત્યની વાત એ છે કે ફિલ્મનાં ચારેય પાત્રો અનુભવી કલાકાર છે જેના કારણે દર્શકોને ફિલ્મ જોવાની મજા આવશે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|