નવી દિલ્હી 13, જાન્યુઆરી
સાયના નહેવાલે બે વખતની ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન ડેન્માર્કની ટાઇને બાઉનને ૨૧-૧૩, ૨૧-૨૩, ૨૧-૧૩થી હરાવી મલેશિયન ઓપન સુપર સિરીઝ બેડમિન્ટનની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શનિવારે રમાનારી સેમિફાઇનલમાં સાયનાનો મુકાબલો ટોચની ક્રમાંકિત ચીનની યિહાન વાંગ સામે થશે. સાયનાએ આ સિઝનમાં પ્રથમ વાર સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.