Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:43:52 PM IST
 

ધોરડોમાં ૧ર દેશોના પતંગવીરોએ લડાવ્યા પેચ

Jan 14, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 2126
Rate: 3.3
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૧૩

અત્યાર સુધી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત અને વડોદરા સુધી સીમિત એવો પતંગોત્સવ હવે કચ્છ સુધી પહોંચ્યો હોય તેમ આજે મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ ધોરડોના સફેદ રણે જાણે મેઘધનુષ્ય ધારણ કર્યું હોય તેમ દેશ - વિદેશના અનેક પતંગો આજે ધોરડોના આકાશમાં ઉડતા એક સમરસતાનો માહોલ ખડો થઈ જવા પામ્યો હતો.

·         માંડવી બીચ-સફેદ રણમાં પતંગોત્સવ

·         પતંગોત્સવ એટલે પ્રકૃતિને પામવાનો અનેરો ઉત્સવ

·         મેઘધનુષી રંગની આભાથી આકાશ સુશોભિત બન્યું

પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે ધોરડો ખાતે બીજા પતંગોત્સવનો પ્રારંભ હજારો પ્રવાસીઓની ચિચિયારીઓ વચ્ચે કરવામાં આવ્યો હતો અને કાયપો છે કાયપો છે ના નારા લગાવતા પતંગ રસિકોએ આ પતંગોત્સવમાં અનેરો રંગ ભર્યા હતો. અવર્ણનીય સ્પોટ ઉપર ગત વર્ષની માફક અનેરા આકર્ષણ સાથે પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. સાત સમુદ્રની પેલે પારના અને થાઈલેન્ડ,સિંગાપુર, સાઉથ ઓક્રિકા, કમ્બોડિયા, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, જર્મની, મલેશિયા, મોઝામ્બિક, યુએસએ, ઓસ્ટ્રિયા તથા ભારતના સહિત બાર દેશોના પતંગ આજે ધોરડોમાં સ્પર્ધકોએ ઉડાડયા હતા. નીલા આકાશને સુશોભિત કરી પતંગોની રંગોળી પૂરી હતી.

બરાબર સવારના ૧૦-૦૦ વાગ્યે ગુજરાત પ્રવાસન વિભાગના ડાયરેકટર કેશુભાઈ પટેલ, કલેકટર એમ.થેન્નારસન તથા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ તેમજ ધોરડોના સરપંચ મીયા હુસેન ગુલબેગે બીજા પતંગોત્સવનો પ્રારંભ કરાયો હતો.ધોરડો ખાતે સિંગાપોરના તાન જોન રયુ, ટીઓ જીઓક, ગેડીસ અને બ્રેહ્મવાન, ઓસ્ટ્રિયાથી ઈયુજન, મલેશિયાથી કુ. કમલ બાંટી, ન્યુઝીલેન્ડથી સાયમન અને જેનીફર, હોલેન્ડથી રેમન્ડ, યુએસએથી ફિલીપ બોર્ડર, થાઈલેન્ડથી એનિવેર, ડુમરી ચારુપર્સિટ, વિગેરેનો સમાવેશ થયો હતો.

પતંગોત્સવના પ્રારંભે કલેકટર એમ. થેન્નારસન તથા કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પતંગોત્સવ એટલે પ્રકૃતિને પામવાનો અનેરો ઉત્સવ છે. ૩૮ દિવસ સુધી ચાલેલા રણોત્સવ કાર્યક્રમને લઈને કચ્છમાં દેશ - વિદેશના હજારો પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લઈને કચ્છની સંસ્કૃતિથી પરિચિત થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આવા ઉત્સવોને લઈ કચ્છમાં રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. વધુને વધુ આવા ઉત્સવોને વેગ મળે તેવા સહિયારા પ્રયાસો કરવા ઉપર ભાર મુક્યો હતો.

માંડવીના બીચ પર છવાયા ૧૦ દેશોના પતંગવીરો
માંડવી, તા. ૧૩

માંડવીનું રમણીય બીચ અને તેનું નીલગગન ભારત સહિત ૧૩ દેશોના વિવિધરંગી તથા ચિત્તાકર્ષક આકારવાળા પતંગોથી ફૂલોબરી છાબ સમું સુશોભિત બની ગયું હતું.રાજ્યમંત્રીએ ઘુઘવાતા સમુદ્ર કાંઠે તુર્કી, યુક્રેઈન, સ્વિટ્ઝલેન્ડ ઈન્ડોનેશિયા, બેલ્જિયમ, યુ. કે., લેબનોન, ઈટાલી, ફ્રાન્સ, અને સાઉથ કોરિયાના ર૭ જેટલા પતંગ રસિક સહેલાણીઓ સાથે કાઈટ ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ કર્યા હતો અને ત્યારપછી તબક્કાવાર આખુંય આકાશ નયનરમ્ય પતંગોથી છવાઈ ગયું હતું.ઈન્ડોનેશિયાના હેલ્મી બાબી ભલે વિદેશી હોય, પરંતુ મહાત્મા ગાંધી પ્રત્યે તેમને ભારે આદર છે. તેમણે કહ્યું કે, આ માનવ શ્રેષ્ઠનો સંદેશો સાતેય ખંડના ખૂણે ખૂણે પહોંચે એ માટે હું ઘણી જગ્યાએ પતંગ ઉડાડવા જાવું છું, ત્યારે શરૂઆત પતંગમાં તેમની તસવીરથી કરુ છું અને પછી જ બીજા જ પતંગ ઉડાડું છું. વળી, આ પતંગને કોઈ કાપી ન જાય તે માટે ખાસ તકેદારી પણ રાખું છું. તો ફ્રાન્સની ફ્રિ લાન્સ પત્રકાર નિકોલ પિશુઝ છેલ્લા ઘણા વર્ષાથી ગુજરાત અને કચ્છ આવે છે, પરંતુ આ વખતે માંડવી અને ધોરડોમાં પતંગ ચગાવવાની તેને મજા પડી ગઈ હતી એમ તેણીએ કહ્યું હતું.રાજ્યમંત્રીએ પતંગ પર્વે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ મંત્રીએ જમ્બો ફાઈટર કાઈટને આકાશમાં લહેરાવીને ઉત્સવને ખુલ્લો મુક્યો હતો અને જણાવ્યું હતું કે, કચ્છ હવે ગુજરાત પ્રવાસનનું કેન્દ્ર બની ચુક્યું છે. દુનિયાના કોઈપણ સ્ત્રોત કરતા રોજગારી આપવાની ક્ષમતા આ ક્ષેત્રમાં વધુને વધુ છે.માંડવીના મહાસગારના ક્ષિતિજેથી સૂર્યના કિરણોની સાથે જ પતંગ રસિયાઓની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ સૂર્યનારાયણ ગગનમાં વિહાર કરવા આગળ વધતા ગયા તેમ માનવ મહેરામણ ઉમટવા લાગ્યો હતો .વિવિધ દેશોના પતંગ શોખીનો આવી પહોંચ્યા, ત્યારે બીચના મુખ્ય પ્રવેશદ્વારથી પતંગ સ્પોટ સુધી તેમને કચ્છના વાહન ઊંટ ઉપર સવારી કરીને આદરપૂર્વક લાવવામાં આવ્યા હતા. તેઓ ઉદ્દઘાટન સમારંભમાં સામેલ થયા હતા અને કાઈટ ફોર ગોડના સિમ્બોલ સાથે પતંગોત્સવનો પ્રારંભ કર્યા હતો.આ પ્રસંગે સરદાર સરોવર જળસંચય યોજનાના અધ્યક્ષ અનંતભાઈ દવે, માંડવી વિસ્તારના ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણી, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ ચંદુલાલ વાડિયા, માજી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, નગર ઉપાધ્યક્ષ હાજી અહમદભાઈ, માજી નગરપતિ નરેન્દ્ર પીઠડિયા, નરેન્દ્રભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગોકુલધામ સોસા.ના રહીશોએ પતંગોત્સવને ચાર ચાંદ લગાવ્યા

છેલ્લા ત્રણ દિવસથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના નામી કલાકારો ધોરડોના મહેમાન બનીને શૂટિંગ કર્યું છે તે શૂટિંગના કલાકારો એટલે કે ગોકુલધામ સોસાયટીના રહીશો જેઠાલાલ ગડા, ચંપકલાલ ગડા,દયા ભાભી,સોઢી,ઐયર,બાગો તથા ટપુસેનાએ ધોરડોના આકાશમાં પતંગ ઉડાડતા એક અનેરો માહોલ સર્જાવા સાથે પતંગોત્સવને ચાર ચાંદ લગાવ્યા હતા. ગરબાની શોખીન એવી દયા તથા જેઠાલાલે પ્રવાસીઓનું મનોરંજન પૂરૂ પાડયું હતું. તો સિરિયલમાં બુઝુર્ગનો રોલ ભજવતા મૂળ ભચાઉના કહેવાતા ચંપકલાલ ગડાએ સાચે જ ભચાઉના નગરપતિ તેમજ નગરજનોને મળીને તેમની ટીમના સભ્યોનો પરિચય કરાવ્યો હતો. જેઠાલાલ તથા સોઢીએ જણાવ્યું હતું કે, ધોરડોનું રણ અને આજનો પતંગોત્સવ અમારા સૌ માટે અમૂલ્ય નજરાણું બની રહેશે તેમ કહી રેતાળ ભૂમિના હેતાળ માનવીઓની પ્રશંસા કરી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com