Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:09:50 AM IST
 

શહેરમાં ચાર અને ગામડામાં દર છ વ્યક્તિએ એક ટુ વ્હીલર

Jan 14, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 1309
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૧૩

કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક અને આર્થિક વિકાસના પગલે લોકોની ભૌતિક સુખ-સુવિધા અને જરૂરિયાતોમાં પણ વધારો નોંધાયો છે. ર૦૦૧નાં ભૂકંપ પૂર્વે કચ્છમાં બાઈક, સ્કૂટર કે મોપેડનો માલિક રોફભેર પોતાનું વાહન લોકોને બતાવતા હતા તેના સ્થાને હાલ જિલ્લામાં હવે લગભગ તમામ મધ્યમ વર્ગીય પરિવારો પણ ટુ વ્હીલરના માલિક બની ગયા છે. વાહન વ્યવહાર કચેરીમાં નોંધાયલા વાહનનો આંક અને જાણકારોનાં મત મુજબ હાલ કચ્છનાં શહેરોમાં દર ચાર અને ગામડામાં દર છ વ્યક્તિ એક ટુ વ્હીલર માલિક છે, તો બીજીતરફ ભાગદોડ વચ્ચે સમયનાં બચાવ માટે પેટ્રોલનાં સતત વધતા ભાવવધારામાં પણ લોકો માટે એક વાહનની જરૂરિયાત અનિવાર્ય બની રહી છે.

·         કચ્છમાં બાઈક, સ્કૂટર અને મોપેડનો ક્રેઝ છવાયો

·         જિલ્લામાં ભૂકંપ બાદ વાહન ખરીદદારોની સંખ્યામાં ધરખમ ઉછાળો

સૂત્રોનાં જણાવ્યાનુસાર કચ્છની વાહન વ્યવહાર કચેરીમાં માર્ચ ર૦૧૦ સુધીમાં નોંધાયેલા કુલ ટુ વ્હીલરની સંખ્યા ૩,૧૯,રપપ જે ર૦૧૧નાં હિસાબી વર્ષ પૂર્ણ થયે વધીને ૩,૪૮,૧૬૦ પહોંચી હતી અને ચાલુ હિસાબી વર્ષનાં અંત સુધીમાં ૩પ હજાર જેટલા વધુ વાહનોનો ઉમેરો થવાની સંભાવના છે, ત્યારે જાણકારો મતે હાલ જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં દર ચાર વ્યક્તિએ અને ગ્રામ્ય વિસ્તારમાં દર છ વ્યક્તિએ એક ટુ વ્હીલર વાહન ધરાવતા થયા છે, તો બીજા અર્થમાં સરેરાશ જિલ્લા દરેક પરિવાર દીઠ કમ સે કમ એક ટુ વ્હીલર વાહન છે તેવો અંદાજ સ્પષ્ટ કાઢી શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, આર્થિક વિકાસની સાથે લોકોની દોડધામ પણ વધી છે તેવામાં શોખની સાથે પરિવારમાં એક વાહન લોકોની અનિવાર્ય જરૂરિયાત પણ બન્યું છે, ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગને મને કમને પણ વાહન ખરીદી કરવી પડતી હોવાનો મત લોકોમાં પ્રર્વતી રહ્યો છે.

ટુ વ્હીલર ચલાવનારી મહિલાઓની સંખ્યા પણ વધી

ભૂકંપ બાદ કચ્છનાં શહેરોની સીમાઓનો વિસ્તાર તેમજ યુવતીઓ અને મહિલાઓમાં શિક્ષણ અને નોકરીનું પ્રમાણ વધતાં ટુ વ્હીલર ચલાવનારી સ્ત્રીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ખાસ કરીને શહેરો તેમજ પટેલ ચોવીસીના ગામડાઓમાં વાહન ચલાવતી મહિલાઓની સંખ્યા ખૂબ જ મોટી છે.

ઓછી એવરેજનાં બાઈકની સંખ્યા નોંધપાત્ર

કચ્છમાં માત્ર ટુ વ્હીલરની સંખ્યામાં જ વધારો નથી થયો, પરંતુ કેટલાંક પુરૂષો માટે બાઈક ચલાવવાની પેશનમાં પણ વધારો થયો છે જેના પરિણામે ઓછી એવરેજનાં કિંમતી બાઈક પણ રોડ પર શાનથી ફરતા જોવા મળી રહ્યા છે.

બાળકો અને વિદ્યાર્થીઓના કારણે અકસ્માતો વધ્યા

આર્થિક વિકાસની સાથે મોટરસાઈકલની સંખ્યા વધતાં નાના વાહનોના અકસ્માત પણ વધ્યા છે, જેમાં ખાસ કરીને નાના બાળકો અને શાળાએ જતાં વિદ્યાર્થીઓને કાયદેસર રીતે વાહન ચલાવવાની મનાઈ હોવા છતાં શહેરી વિસ્તારોમાં બાળકો અને વિદ્યાર્થીઓ પુરપાટ વાહન ચલાવતા હોવાથી નાના મોટા અકસ્માતો પણ વધ્યા છે.

ફાઈનાન્સ કંપનીઓને પણ ધૂમ કમાણી

પરિવારમાં પ્રર્વતમાન સ્થિતિમાં એક વાહન અનિવાર્ય જરૂરિયાત સમું બન્યું છે, ત્યારે મધ્યમ અને ગરીબ પરિવારો ટુવ્હીલર વાહન ખરીદીની પૂરતી રકમ એક સાથે ભરપાઈ કરી શકતા ન હોવાથી નાછુટકે લોન પર વાહનની ખરીદી કરે છે, તેવામાં ફાઈનાન્સ કંપનીઓને પણ ધૂમ કમાણી થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com