Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 01:48:35 PM IST
 

કટોસણમાં પતંગ ચગાવવા મુદ્દે ધિંગાણું

Jan 18, 2012 Ahmedabad > Mehsana
 
comment     E-Mail     Print    
 
Viewed: 360
Rate: 0
Rating:
Bookmark The Article

મહેસાણા, તા.૧૭

મહેસાણાના કટોસણ (ધનપુરા) ગામમાં પતંગ ચગાવવાની તકરારમાં બે જૂથો વચ્ચે ધિંગાણું ખેલાયું હતું. આ અંગેની બન્ને પક્ષોએ સાંથલ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી હતી.

·         બન્ને પક્ષો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

કટોસણ (ધનપુરા)માં રહેતા રણમલસીંહ વિનયસીંહ ઝાલા તથા ચેહુભા શીવુભા ઝાલાનાં પરિવારનાં સભ્યો રવિવારના રોજ પતંગ ચગાવી રહ્યા હતા. તે સમયે ચેહુભા ઝાલાનો પતંગ કપાઈ જતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગેરકાયદેસર મંડળી રચી મહેન્દ્રસીંહ કુંવરસીંહ ઝાલા, ધર્મેન્દ્રસીંહ સતુભા ઝાલા, સંજુભા મહેન્દ્રસીંહ ઝાલા, શીવુભા નટવરસીંહ ઝાલા સહિતના શખ્સો ધારિયા જેવા હથિયારો ધારણ કરી રણમલસીંહ પર હુમલો કર્યો હતો.જેમાં સામે પક્ષે વિપુલસીંહ દશરથસીંહ ઝાલા, રણમલસીંહ ઉર્ફે રણુભા વિનુભા ઝાલા, માલભા હરખુભા ઝાલા, દશરથસીંહ ચતુરસીંહ ઝાલા, રાજુભા હરખુભા ઝાલાએ ભેગા મળી ધારિયા, છરી જેવા હથિયારો ધારણ કરી હુમલો કર્યો હતો. આ ધિંગાણામાં ઈજાગ્રસ્ત થયેલા શખ્સોને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ઉક્ત બાબતની સોમવારના રોજ સાંથલ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે બન્ને પક્ષના ૧૦ શખસો સામે ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com