મહેસાણા, તા.૧૭
ભારત સરકારના આદેશ અનુસાર જન્મ-મરણની ફરજિયાત નોંધણી કરાવવાનો નાગરિકો માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ, નવાઈની વાત તો એ છે કે, ખુદ સરકારના આરોગ્ય તંત્ર પાસે વર્ષાન્તે જન્મ-મરણના આંકડા ઉપલબ્ધ નથી. મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર પાસે વર્ષ-ર૦૧૧ની સ્થિતિએ હજુ સુધી જન્મ-મરણની માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. જિલ્લામાં ગત વર્ષ-ર૦૧૦ દરમિયાન કુલ ૪૬,૧૪૪ પૈકી ર૪,૭૭૩ પુરુષ તેમજ ર૧,૩૭૧ સ્ત્રી જન્મદર નોંધાયો હતો.
· સ્ત્રી જન્મદર રેશિયો હજુ નક્કી થઈ શકયો નથી
· જન્મ મરણ નોંધણી ફરજિયાત હોવા છતાં તંત્રનું ઘોર દુર્લક્ષ : વર્ષાન્તે આંકડા ઉપલબ્ધ નથી
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લામાં વધતાં જતાં વસ્તી દર ઉપર સહિત નજર રાખવા માટે આરોગ્ય તંત્રને વિશેષ જવાબદારી સોંપાઈ છે. ચોંકાવનારી હકીકત તો એ છે કે, વર્ષ-ર૦૧૧ આખરી દિવસો બાકી રહયા હોવા છતાં તંત્ર પાસે જન્મ-મરણના આંકડા ઉપલબ્ધ ન થતાં જાતીય રેશિયો કાઢવો મુશ્કેલ બની ગયો છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓમાં નોંધાતાં જન્મ-મરણના આધારે વર્ષાન્તે સેકસ રેશિયો જાહેર કરવામાં આવતો હોય છે. પરંતુ, જિલ્લા કક્ષાએ ઉપરોકત માહિતી એકત્રિત કરવાની ઉદાસીનતા છતી થવા પામી છે.જિલ્લામાં વર્ષ-ર૦૧૦ દરમિયાન સતલાસણા તાલુકામાં ૩,૦પ૮ પૈકી ૧,૬૭૮ પુરુષ અને ૧,૩૮૦ સ્ત્રીના જન્મ થયાં હતાં. જયારે ખેરાલુ તાલુકામાં ૧,૮પપ પુરુષ અને ૧,૭૦૪ સ્ત્રી મળી કુલ ૩,પપ૯, ઊંઝા તાલુકામાં ૧,૪પ૦ પુરુષ અને ૧,રર૮ સ્ત્રી મળી કુલ ર,૬૬૦ સ્ત્રી મળી કુલ પ,૯૧૪, વડનગર તાલુકામાં ૧,૬૭૦ પુરુષ અને ૧,પ૧ર સ્ત્રી મળી કુલ ૩,૧૮ર, વિજાપુર તાલુકામાં ર,૭૯૯ પુરુષ અને ર,૩ર૭ સ્ત્રી મળી કુલ પ,૧ર૬ વ્યકિતઓના જન્મ નોંધાવા પામ્યાં હતાં.જયારે મહેસાણા તાલુકામાં ૬,૬૩૦ પુરુષ અને પ,૬૯૯ મળી કુલ ૧ર,૩ર૯, બેચરાજી તાલુકામાં ૧,૦૮૬ પુરુષ અને ૯૮૪ સ્ત્રી મળી કુલ ર,૦૭૦ તેમજ કડી તાલુકામાં ૪,૩પ૧ પુરુષ અને ૩,૮૭૭ સ્ત્રી મળી કુલ ૮,રર૮ વ્યકિતના જન્મ થયાં હતાં. ચોંકાવનારી હકીકત તો એ છે કે, તંત્ર પાસે વર્ષાન્તે જન્મ મરણની માહિતી ઉપલબ્ધ જ નથી.
એક હજાર પુરુષ સામે સ્ત્રી જન્મની સંખ્યા
|
તાલુકો
|
સ્ત્રી જન્મ
|
|
સતલાસણા
|
૮રર
|
|
ઊંઝા
|
૮૪૭
|
|
વડનગર
|
૯૦પ
|
|
મહેસાણા
|
૮૬૦
|
|
કડી
|
૮૯૧
|
|
ખેરાલુ
|
૯૧૯
|
|
વિસનગર
|
૮૧૭
|
|
વિજાપુર
|
૮૩૧
|
|
બેચરાજી
|
૯૦૬
|
|
કુલ
|
૮૬૩
|