Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:50:35 AM IST
 

જ્યોતિષની દ્રષ્ટિએ ઠંડી હજી વધશે

Jan 18, 2012 Offbeat
 
Tags:   Vedic Zodiack Shani Astrology Cold Wave Shani.Jodiack.Wheel comment     E-Mail     Print    
 
Viewed: 5189
Rate: 3.6
Rating:
Bookmark The Article

નવ દિલ્હી, તા. 18

નવા વર્ષની શરૂઆતમાં થયેલા ગ્રહો-નક્ષત્રોના પરિવર્તનોની તેમજ તે અંગેનો પ્રાંચીન જ્યોતિષની દ્રષ્ટિએ કરાતી આગાહીઓ જોઈએ. નવા વર્ષનો પ્રથમ માસ એટલે કે જાન્યુઆરીમાં મંગળનો સિંહ રાશિમાં પરિભ્રમણ આ રીતે અસર છોડશે. યદા સિંહ ગતો ભૌમ:કાંચન રજત તામ્રકર: એટલે કે સોનું, ચાંદી, તાંબુ અને લાલ રંગની વસ્તુઓ મોંઘી થશે. 

બુધનું પરિભ્રમણ કૃષકનો લાભ પહોંચાડશે અને અન્ય જનતાને પણ સુખ પ્રદાન કરશે. બધુ થઈને સુખનો અનુભવ કરાવશે. અનાજનો વેપારી પ્રસન્ન થશે. શુક્રનો મકર રાશિમાં પરિભ્રમણ કરતા અનાજનાં ભાવોને વધારશે. કૃષકને લાભ પહોંચાડશે. નાના ખેડૂતોને હાનિ થઈ શકે છે.

શનિનો પ્રભાવ પણ અનાજના ઉત્પાદનમાં વૃદ્ધિ કરશે. ખેડૂતો અને સામાન્ય લોકો માટે સુખદાયી નીવડશે. 14મી જાન્યુઆરી 2012ના રોજ સૂર્ય મકર રાશિમાં અને ધન રાશિમાં પરિવર્તન કરતા દક્ષિણના દેશોમાં સુખ, શાંતિ જળવાઈ રહેશે. પૂર્વના દેશોમાં યુદ્ધ અને મંદીનો ભય યથાવત્ રહે. ઉત્તર-પશ્ચિમના દેશોમાં અંશાતિ અને પીડા રહે. બુધ ગ્રહ પોતાના રાશિ પરિવર્તનના લીધે મકરરાશિમાં જવાથી અનાજ અને અન્ય બાબતો માટે શુભાશુભ ફળ પ્રાપ્ત થશે.

શુક્ર રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરતા વરસાદમાં વધારો થશે. બધી બાજુથી સુખ શાંતિમાં વધારો થશે . તમામ મનુષ્યો નિરોગી રહેશે તેવી શકયતાઓ વધી રહી છે. પ્રાકૃતિક પ્રકોપ ઓછા થશે.

હવામાનની દ્રષ્ટિએ મહિનાની કુંડળી પર નજર નાખતા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં વાદળોની ગર્જના અને તેજ વાદળાની સાથે ઠંડા પવનનો પ્રવાહ ઝડપી થશે. તથા હિમપાતની શક્યતા છે. ક્યાંક માવઠા અને કમોસમી વરસાદ થવાનાં એંધાણ પણ છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ મધ્યપ્રદેશના મેદાનના ભાગોમાં ઠંડીનો પ્રભાવ યથાવત્ રહેશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com