મુંબઈ 18, જાન્યુઆરી
કરીના કપૂર અને ઇમરાન ખાન અભિનિત ફિલ્મ 'એક મૈં ઔર એક તુ'ની રજૂઆત પહેલાં જ વધુ એક ફિલ્મમાં આ બંનેને ચમકાવવાની તૈયારી થઈ ચૂકી છે. કરન જોહરની ફિલ્મમાં આ જોડી પ્રથમ વખત ચમકી છે. ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ એક અન્ય ફિલ્મ માટે ઇમરાન-કરીનાને લેવા કરન જોહરે વાતચીત શરૂ કરી દીધી છે.
કરને કેટલાક રોમેન્ટિક વિષયો ઉપર પટકથા તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઇમરાન ખાને પણ આ ઘટનાક્રમને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે કરન જોહરે ચોક્કસપણે અમારી સાથે વાતચીત કરી છે. 'એક મૈં ઔર એક તુ'માં કરીના અને ઇમરાનની કેમેસ્ટ્રીથી કરન જોહર ખૂબ જ પ્રભાવિત થયો છે અને તેણે તો ત્યાં સુધી કહ્યું છે કે કરીના અને ઇમરાનની જોડી શાહરૂખ અને કાજોલની જોડી જેટલી સફળ રહે તેવી શક્યતા છે.