Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:55:31 AM IST
 

અભય-સોનમની જોડી રૂપેરી પડદે ફરી સાથે દેખાશે

Jan 20, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sonam Kapoor Abhay Deol comment     E-Mail     Print    
 
Viewed: 1947
Rate: 3.0
Rating:
Bookmark The Article

મુંબઈ 19, જાન્યુઆરી

અભય દેઓલ અને સોનમ કપૂર 'આઇશા' બાદ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ બન્નેની જોડી રાજકુમાર સંતોષીની આગામી રોમેન્ટિક ફિલ્મમાં ચમકશે. આ ફિલ્મનું શૂટિંગ પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે. સોનમ અને અભય પ્રથમ વખત સંતોષી જેવા મોટા ગજાના ફિલ્મનિર્દેશક સાથે કામ કરી રહ્યાં છે. એમ માનવામાં આવે છે કે સંતોષી પહેલાં 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ની સિક્વલ બનાવવા ઇચ્છતા હતા પરંતુ તે માટે તેમને કેટરિના અને રણબીરની ડેટ્સ મળી શકી ન હતી.

આ જ કારણસર તેમણે હવે અભય અને સોનમને લઇને એક રોમેન્ટિક ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. સોનમ પાસે હવે મોરાં બેનરોની ફિલ્મો આવી રહી છે. મળેલી માહિતી મુજબ, સોનમની ફ્લોપ થતી ફિલ્મોથી ચિંતિત તેના પિતા અનિલ કપૂરે જ રાજકુમાર સંતોષીને આ ફિલ્મમાં સોનમ કપૂરને લેવા કહ્યું હતું અને સંતોષી અનિલની વાત માની ગયા હતા, કેમ કે બન્ને વચ્ચે ખૂબ સારા સંબંધ છે. અનિલ કપૂર અને રાજકુમાર સંતોષી 'પુકાર' અને 'લજ્જા' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે, બીજી તરફ દેઓલ પરિવાર સાથે પણ સંતોષી ખૂબ સારા સંબંધ ધરાવે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com