Apr 19,2015 12:48:15 AM IST
 

બ્રિટનમાં NRI દંપતિની હત્યા મામલે લ્યૂથિયાના નાગરિક પર આરોપ ઘડાયો

Jan 20, 2012 16:25 NRI >
 
Tags:   Kolar Couple Berminham Police Murder Kolar NRI Indian origin comment     E-Mail     Print    
 
Viewed: 2318
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 20

બ્રિટનમાં ગત સપ્તાહે બર્મિંગહામમાં એક ભારતીય મૂળના અવતારસિંહ કોલર અને તેમની બ્રિટિશ પત્નીની હત્યાના મામલામાં 37 વર્ષીય લ્યુથિયાનાના નાગરિક પર આરોપ મૂકવામાં આવ્યો છે. બ્રિટિશ પોલીસે ગઈકાલે જણાવ્યું હતું કે, આ દંપતિની હત્યા લૂટ દરમિયાન કરાઈ હતી. બેવડા હત્યાકાંડની તપાસ માટે ઑપરેસન ટિલેર ચલાવનારી વેસ્ટ મિડલેન્ડસ પોલીસના જણાવ્યા પ્રમાણે આમાં અન્ય કોઈનો સંબંધ નથી.

સંદિગ્ધ રિમવાયદાસ લિવારેસને સોમવારે બર્મિંગહામમાંથી અટકાયતમાં લીધો હતો. અવતારસિંહ (62) અને કારલોલે(58)ના શબ બર્મિંગહામના હેંડસવર્થ વૂડમાં ગત બુધવારે મળ્યાં હતાં. પોલીસે હત્યા માટે સોનું કારણભૂત હોવાની બાબતથી ઈન્કાર કરી દીધો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે કોલારના ધરમાંથી અનેક ચીજો ચોરાઈ હતી જે શોધી લેવાઈ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com