Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:36:46 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

ઉ.ગુ.માં કપાસનું રેકોર્ડ બ્રેક વાવેતર

Jan 21, 2012 Ahmedabad > Mehsana
 
comment     E-Mail     Print    
 
Viewed: 460
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૨૦

સમગ્ર દેશમાં કપાસની કુલ ૩ કરોડ ગાંસડીનું ઉત્પાદન થાય છે. તેમાંથી ૧.૨૦ કરોડ ગાંસડીનું માત્ર ગુજરાતમાં જ ઉત્પાદન થાય છે. જે કુલ ઉત્પાદનનાં ૩૫ ટકા જેટલું થાય છે. ગુજરાતમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવો ન મળતાં તેમજ નિકાસ ડયૂટીમાં જરૂરી રાહતો ન મળવાથી આ વેપારમાં ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ઉ.ગુ.માં છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં કપાસનું રેકોર્ડ બ્રેક ૧,૪૭,૪૨૫ હેકટરમાં વાવેતર થયું છે. મહેસાણા જિલ્લામાં પણ આ વર્ષે અધધ ૬૩,૧૭૯ હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. પાટણમાં ૬૩,૫૯૫ જ્યારે બનાસકાંઠામાં ૪૬,૨૯૫ હેકટરમાં વાવેતર ખેડૂતોએ કરીને આ વર્ષે સારા ભાવ મળવાની આશા સેવી રહ્યા છે. ઉ.ગુ.માં કડીમાં જ રોજની કપાસની ૧૮,૦૦૦ ગાંસડીની આવક થાય છે. જ્યારે વિજાપુરમાં આજની આવક ૩૦૦૦ ગાંસડી છે ત્યારે મણનો ભાવ ૮૫૦ થી ૯૦૦નો ચાલે છે. ખાંડીનો ભાવ ૩૭,૩૦૦ ચાલે છે જે અપૂરતો હોવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે.કપાસનાં વાવેતર અને વેપારમાં રહેલા વિવિધ જોખમો તેમજ સરકારની ઉદાસીન નીતિ હોવા છતાં ઉત્તર ગુજરાતનાં મહેનતું અને ખંતીલા ખેડૂતોએ ઉ.ગુ.માં કુલ ૩,૨૦,૪૯૪ હેકટરમાં કપાસનું વાવેતર કર્યું છે.

·        છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે જ ખેડૂતોએ સૌથી વધુ ૩,૨૦,૪૯૪ હેકટરમાં વાવેતર કર્યું

·        સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧,૪૭,૪૨૫ હેકટરમાં વાવેતર થયું : ગત વર્ષે મણે રૂપિયા ૧૪૦૦નો ભાવ હતો આ વર્ષે રૂ.૫૦૦ તૂટયા

·        દેશના કપાસ ઉત્પાદનમાં ૩૫ ટકા હિસ્સો ગુજરાતનો છતાં ગુજરાતના જ ખેડૂતો બેહાલ

·        અપૂરતો ટેકાનો ભાવ, નિકાસ્ ડયૂટીમાં ઓછી રાહત સહિતના વિવિધ પ્રશ્ને આખરે ખેડૂતોને માર પડે છે.

·        ખાંડીનો ભાવ ૩૭,૩૦૦ ચાલે છે જે અપૂરતો છે વાસ્તવમાં જો ૪૩,૦૦૦ ભાવ મળે તો જ ખેડૂતોને પોષાય

કેન્દ્ર સરકારે કપાસનું વાવેતર કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાનો ભાવ રૂ.૬૬૦ જાહેર કર્યો છે તે આજના મોંઘવારીના જમાનામાં અપૂરતો હોવાથી આ ભાવ ૧૦૦૦ રૂપિયા કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. વળી કપાસની ખરીદીની સરકાર દ્વારા સુયોગ્ય વ્યવસ્થા ન કરાતાં કપાસ ઉત્પાદક ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દેશમાં ૩૫ ટકા કપાસનું ઉત્પાદન કરતાં ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં થાય તેજ્યાં રાજકોટ ખાતે રોજની ૪૦,૦૦૦ મણ કપાસની આવક થાય છે ત્યારે તાલુકાકક્ષાએ વિજાપુર તાલુકામાં ૩૦,૦૦૦ મણ કપાસની આવક થાય છે. કડીમાં સૌથી વધૂ ૧૦૫, વિજાપુરમાં ૩૦, હારીજમાં ૨૦, વિસનગરમા ૬ જિનિંગ મિલો આવેલી છે.

કપાસના વેપારથી ધમધમથી આ મિલોમાં રોજની હજારો ગાંસડીઓ આવે છે. વિસનગરમાં ૨૦૦૦ ગાંસડી, સાબરકાંઠામાં ૩૦૦૦, રાધનપુરમાં ૧૦૦૦, હારીજમાં ૨૫૦૦ ગાંસડી તેમજ કડીમાં ૧૩,૦૦૦ ગાંસડીની આવક થાય છે. આજની તારીખે વિજાપુર માર્કેટ યાર્ડમાં ૩૦,૦૦૦ મણ થઈ છે જે ૬૦ ટ્રકોમાં કપાસ ભરીને ખેડૂતો વેચવા આવ્યા છે. હાલ વિજાપુરમાં મણ કપાસનો ભાવ ૯૦૦ થી ૯૫૦ ચાલે છે.ઉત્તર ગુજરાતમાં આ વર્ષે કુલ ૩,૨૦,૪૯૪ હેકટરમાં વાવેતર થયું છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧,૪૭,૪૨૫ હેકટરમાં વાવેતર છે.

સાબરકાંઠામાં દેશી કપાસનું વાવેતર બંધ થયું

કપાસમાં હેક્ટરદીઠ વાવેતરમાં સમગ્ર ઉ.ગુ.માં સાબરકાંઠા જિલ્લો મોખરે છે. ત્યારે દેશી કપાસનું વાવેતર આ જિલ્લામાં ખેડૂતોએ છેલ્લાં પાંચ વર્ષથી સદંતર બંધ કરી દીધું છે. આ જિલ્લાના ખેડૂતો કપાસની સુધારેલી જાત હાઈબ્રીડ વાવેતર તરફ ખેડૂતો વળ્યાં છે. સાબરકાંઠા જિલ્લાનાં ખેડૂતોનાં પગલે બનાસકાંઠા જિલ્લાનાં ખેડૂતોએ પણ વર્ષ ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦માં દેશી કપાસનું વાવંતર બંધ કર્યું હતું. પરંતુ આ વર્ષે ૨૬,૩૦૫ હેક્ટરમાં વાવેતર કર્યું છે.

ટેકાનો ભાવ રૂ.૧૦૦૦ કરવો જોઈએ : પી.આઈ. પટેલ

વિજાપુર માર્કેટ યાર્ડના ચેરમેન પ્રહ્લાદભાઈ પટેલ ઉર્ફે પી.આઈ. પટેલના જણાવ્યા મુજબ કપાસ પકવતાં ખેડૂતો માટે સરકારે ૬૬૦ રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે તે સાવ અર્તાિકક છે. વાસ્તવમાં ખેડૂતને મણે રૂ.૧૦૦૦ મળે તો જ આ ભાવ ખેડૂતોને પોષાય તેમ છે. ખાંડીનો ભાવ ૩૭,૦૦૦ ચાલે છે તે પણ ઓછો છે તેમાં ૪૩,૦૦૦ રૂપિયા મળે તો જ ખેડૂતો માટે કપાસ એક સારી આવકનું સાધન બની શકે તેમ છે. આ ઉપરાંત નિકાસ ડયૂટીમાં સરકાર ૧ ટકો જ રાહત આપે છે જે વધારીને ૩ ટકા કરવામાં આવે તો નિકાસ કરતાં વેપારીઓને પ્રોત્સાહન મળે તેમ છે. વિજાપુર યાર્ડમાં મણે ખેડૂતોને ૯૦૦ થી ૯૧૫ રૂપિયા ભાવ મળે છે. ગુજરાત કોટન જિનર્સ એસોસિએશનના પ્રમુખ સૌરીન પરીખના જણાવ્યામુજબ ગુજરાતભરમાં ૪૦૦૦ જિનિંગ મિલો આવેલી છે. તેમાં સૌથી વધુ ૧૦૫ જિનિંગ મિલો માત્ર કડીમાં જ છે. જે વર્ષે ૧૮ લાખ ગાંસડીની આવક થાય છે. ગત વર્ષે મણે કપાસનો ભાવ ૧૪૦૦ રૂપિયા હતો જે આ વર્ષે ઘટીને ૯૦૦ થી ૯૫૦ થઈ ગયો છે. જે ખેડૂત વર્ગને પોષાય તેમ નથી. સરકારે ટેકાના ભાવમાં સુધારો કરવો જોઈએ.

ખેડૂતો અને વેપારીઓની સમસ્યા

*        કપાસનો ટેકાનો ભાવ સરકારે ૬૫૦ રૂપિયા જાહેર કર્યો છે તે અપૂરતો છે આ ભાવ રૂ.૧૦૦૦ કરવો જોઈએ.

*        કપાસની નિકાસ ડયૂટીમાં સરકાર ૧ ટકો રાહત આપે છે તે વધારીને ૨ ટકા કરવી જોઈએ.

*        ખાંડીનો ભાવ હાલ ૩૭,૩૦૦ ચાલે છે. વાસ્તવમાં ખેડૂતોને ઓછામાં ઓછી ૪૩,૦૦૦ ભાવ મળે તો જ પોષાય તેમ છે.

*        ગુજરાતમાં વર્ષે ૧.૨૦ કરોડ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે. સરકારે ખેડૂતોના હિતમાં સારા ભાવ આવવા જોઈએ.

ગુજરાતમાં કપાસનાં વેપારની સ્થિતિ

*        ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે.

*        રાજકોટ જિલ્લામાં રોજની ૪૦,૦૦૦ મણ કપાસની આવક છે.

*        તાલુકાની દૃષ્ટિએ વિજાપુરમાં સૌથી વધુ ૩૦,૦૦૦ મણ આવક

*        કડીમાં રોજની ૧૩,૦૦૦ ગાંસડી, વિસનગરમાં ૨૦૦૦, સાબરકાંઠામાં ૩૦૦૦, રાધનપુરમાં ૧૦૦૦, પાટણ, હારીજમાં અઢી હજાર ગાંસડીની આવક થાય છે.

*        ઉ. ગુ.માં કડીમાં સૌથી વધુ ૧૦૫ જિનિંગ મિલો છે. વિજાપુરમાં ૩૦ છે.

*        કડીમાં વર્ષે ૧૮ લાખ ગાંસડી તૈયાર થાય છે

વર્ષ

(વાવેતર હેક્ટરમાં)
૨૦૦૭ 
૨,૩૯,૮૩૦

૨૦૦૮

૨,૫૮,૩૯૩

૨૦૦૯

૨,૮૧,૦૮૬

૨૦૧૦

૨,૬૧,૯૧૨

૨૦૧૧

૩,૨૦,૪૯૪
છેલ્લા પાંચ વર્ષમાં થયેલું વાવેતર(હેક્ટરમાં)
વર્ષ
જાત
મહેસાણા
સાબરકાંઠા
પાટણ
બનાસકાંઠા
૨૦૦૭
હાઈબ્રીડ
૨૭,૫૯૪
૧૦,૧૮૪૦
૧૧,૪૬૫
૨૮૦૯૫
 

દેશી કપાસ

૧૬,૨૫૧
-
૫૨૦૩૫
૨૫૫૦
૨૦૦૮
હાઈબ્રીડ
૨૭,૮૫૧
૧૧,૫૯૭૦
૧૩,૨૯૦
૨૯૪૬૬
 

દેશી કપાસ

૧૩૮૬૬
-
૫૭૯૫૦
-
૨૦૦૯
હાઈબ્રીડ
૪૪૧૫૮
૧૧૯૮૩૦
૧૯૦૯૯
૪૦૩૯૭
 

દેશી કપાસ

૧૦૨૭૨
-
૪૭૩૩૦
-
૨૦૧૦
હાઈબ્રીડ
૪૭૭૪૩
૧૦૫૪૬૯
૨૨,૪૫૫
૩૨૧૫૫
 

દેશી કપાસ

૯૧૪૦
-
૪૪૯૫૦
-
૨૦૧૧
હાઈબ્રીડ
૫૯૯૮૭
૧,૪૭,૪૨૫
૨૭૮૨૦
૧૯૯૯૦
 

દેશી કપાસ

૩૧૯૨
-
૩૫૭૭૫
૨૬૩૦૫
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com