જામનગર તા.૧૦
જામનગર અને કાલાવડમાં ચાર સ્થળોએથી રોકડ રકમ તથા મોટર સાયકલ મળી કુલ રૂ.૮૦ હજારની મત્તાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- જામનગર અને કાલાવડમાં ચાર સ્થળો
- શંકર ટેકરી વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી
કાલાવડ તાલુકાના કોઠાભાડુકીયા ગામમાં રહેતા તખતસિંહ પ્રભાતસિંહ જાડેજાની દુકાનમાં કોઈ તસ્કરોએ ખાતર પાડયુ હતું અને દુકાનમાંથી રૂપિયા અઢાર હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. ચોરીના આ બનાવ અંગે તખતસિંહ જાડેજાએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના બામણ ગામમાં આવેલા ચૌહાણ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરમાં પરમદિને રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાકયા હતા અને મંદિરમાંથી રપ૦ ગ્રામ ચાંદીના ર૯ નંગ છતરની ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે હસમુખ કાનજીભાઈ ચૌહાણ નામના દલિત યુવાને કાલાવડ પોલીસ સ્ટેશનમાં રૂપિયા દશ હજારની કિંમતના આભુષણોની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર શંકરટેકરી કમોડિયા વાસમાંથી તા.૧૪/૯/૧૧ના દિવી જીજે-૧૦-એકે-૩૦પ૧ નંબરનું હીરો હોન્ડા મોટરસાયકલ ચોરાઈ ગયું હતું ચોરીના આ બનાવ અંગે શાંતિભાઈ જેવંતભાઈ ખાનિયાએ પોતાના ભાઈ હંસરાજભાઈની માલીકીનું પચીસ હજારની કિંમતનું મોટરસાયકલ ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ કરી છે. જામનગરમાં દિગ્જામ વુલન મીલની જુની ચાલીમાં રહેતા અને ફુલ વહેંચવાનો વ્યવસાય કરતા દિનાનાથ રામતિરથ ચૌબેએ જી.જી. હોસ્પીટલના પાર્કીંગમાં રાખેલું પોતાનું રૂપિયા પચીસ રજારની કિંમતનું જીજે-૧૦-એબી-૩પ૮૩ નંબરનું હીરો હોન્ડા મોટરસાયકલ કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.