180X600.jpg
Jul 30,2016 04:40:14 PM IST
 

આસારામનો પરિવાર ચોખ્ખો હોય તો મારી સાથે નાર્કો ટેસ્ટ કરાવે

Oct 21, 2013 02:55 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 484
Rate: 0
Rating:
Bookmark The Article

Ÿ     

સુરત, તા.૨૦

બળાત્કારના કેસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન આસારામ પિડીતાને પોતાની દિકરી સમાન ગણાવી રહ્યો છે, જ્યારે પત્રી ભારતી અને પત્ની લક્ષ્મીને ફરિયાદ પાછળ ષડયંત્રની ગંધ આવી રહી છે. જો કે આ મુદ્દે પિડીતા અનિતાએ મિડિયાને જણાવ્યું હતું કે આખો પરિવાર મગરના આંસુ સારે છે. જો તેઓ ચોખ્ખા હોય, નિર્દોષ હોય તો મારી સાથે નાર્કો ટેસ્ટ કરાવે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ફરિયાદ કરવામાં મોડું અને અન્યોની ચૂપકીદી વિશે તેણીએ જણાવ્યું હતું કે આસારામ ડોન છે, તેઓ આશ્રમમાં અને સાધકો ઉપર ભારે ધાક છે. તેની સામે બોલવાની વાત તો દૂર રહી તેમની મરજી વિરૂધ્ધ વિચારવાની હિંમત પણ કોઇ કરી શકતું ન હતું.

  •    પીડિતા અનિતાએ કહ્યું આખો પરિવાર મગરનાં આંસુ સારે છે
  • Ÿ         આસારામ ડોન છે, તેની આશ્રમમાં અને સાધકો ઉપર ભારે ધાક છે

સુરતમાં રહેતા પટેલ પરિવારને આસારામની આંધણી ભક્તિ ભારે પડી છે. આ પરિવારની બબ્બે દિકરીઓને આસારામ અને તેના પૂત્ર નારાયણે તેમની હવસનો શિકાર બનાવી હતી. ધર્મ અને અનુષ્ઠાનના નામે આ બે જણાને આશ્રમમાં રાખી તેઓ સાથે આ કુકર્મ કરાયું હતું. મોટી બહેન અનિતાએ આસારામ તથા તેની પત્ની લક્ષ્મી અને પૂત્રી ભારતી સામે તો નાની બહેન કવિતાએ નારાયણ તથા તેના સેવકો સામે ફરિયાદ નોંધાવી હતી.

કવિતાએ આપેલી ફરિયાદમાં અમાદાવાદ પોલીસે આસારામની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાનની તપાસમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી રહી છે. અનિતા સામે બેસાડી આસારામની પૂછપરછ કરાઇ ત્યારે તે અનિતા સાથે આંખ મિલાવી શક્યો ન હતો. તેણે એવું કહ્યું કે આ તો મારી દિકરી સમાન છે, તેની સાથે આવું હું કંઇ રીતે કરી શકું. આ સાથે જ આસારામની પૂત્રી ભારતી અને લક્ષ્મીએ પણ પોતાની જાતને પાકસાફ ચિતરવાનો પ્રયાસ કર્યો હતો. ભીની આંખે લાગણીશીલ થઇ તેઓએ એવું કહ્યું હતું કે કોઇ દિકરી કે પત્ની તેના પિતા કે પતિ માટે આવું કરી શકે ? આ આપણી સંસ્કૃતિ નથી. આસારામ પરિવારની આ વાતો અંગે અનિતાએ મિડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આખો પરિવાર ઢોંગી છે. તે મગરના આંસુ સારી રહ્યો છે. તેઓ ચોખ્ખા હોય તો મારી સામે આવે. બધાનો નાર્કો ટેસ્ટ એક સાથે કરાવવા તૈયાર થાય. બધી વાતો પોતાની જાતે જ ચોખ્ખી થઇ જશે. તેણીએ એવી વાત પણ કરી હતી કે નાર્કો ટેસ્ટની વાત તો દૂર રહી અન્ય કોઇપણ પ્રકારના સાયન્ટિફિક ટેસ્ટની વાત આવતાં આસારામને તાવ કેમ ચઢી જાય છે ? અનિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે અન્ય પિડીત યુવતીઓ ફરિયાદ કરવા કેમ બહાર નથી આવતી ? ત્યારે તેણીએ કહ્યું કે કેવી રીતે આવે ? તેમને સપોર્ટ કોણ કરે ? આસરામ એક ડોન જેવો છે. તેનું પોતાનું અલગ સામ્રાજ્ય છે. આશ્રમમાં અને સાધકો ઉપર તેનો ભારે ધાક છે. બધાને તેના પૈસા, પ્રતિષ્ઠા અને પાવરનો ડર લાગે છે.

 
Share This