Jun 30,2015 01:47:03 PM IST
 

પ્રમુખ સ્વામી સામે યૌનશોષણનો આક્ષેપ

Oct 23, 2013 06:09 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 37802
Rate: 2.4
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૨૨

બોચાસણવાસી શ્રી અક્ષરપુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ અને અન્ય ચાર સાધુઓ ઉપર અગાઉ સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવેલા બે સાધુઓએ યૌન શોષણના આક્ષેપ કરતી અરજી કરતાં સમનાટી મચી ગઈ છે.

  • સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા બે સાધુઓએ પોલીસમાં પ્રમુખ સ્વામી અને ચાર અન્ય સાધુઓ સામે અરજી કરતાં
  • સનસનાટી માધુપુરા પોલીસ અરજી ન લીધી, કંટ્રોલરૂમે સ્વીકારી
  • માધુપુરા પોલીસ સ્ટેશને અરજી ન લેતાં રકઝક
  • શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં અરજી સ્વીકારાઈ

બંને સાધુઓ પ્રિયદર્શનદાસ અને નિષ્કામ સેવાદાસ દ્વારા શાહિબાગ તથા માધુપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની તજવીજ કરાઈ હતી પરંતુ, આ બંને સ્થળે અરજી પણ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવતા શહેર પોલીસ કંટ્રોલરૂમમાં અરજી આપવામાં આવી છે.

પોલીસને આપેલી અરજીમાં ૩૯ વર્ષ સુધી પ્રમુખ સ્વામીની નજીક રહેલા પ્રિયદર્શન દાસે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે તે પંદરવર્ષની ઉંમરના હતા ત્યારથી જ તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું. વિદેશમાં ફેરવવાની તથા સાધુઓમાં શિરમોર થવાની લાલચ આપીને તેમનું શોષણ કરવામાં આવતું હતું અને ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હતી. ગુરુ સંતસ્વામી દ્વારા અને પછી પ્રમુખ સ્વામી દ્વારા શોષણ કરાયું હોવાનો આક્ષેપ કરતાં તેમણે અરજીમાં જણાવ્યું છે કે, મારા યૌનશોષણની વાત અન્ય સાધુઓ અને ભક્તોએ જાણી જતાં બધાએ એવું વિચાર્યું કે પ્રિયદર્શનદાસ જીવતા બોંબ જેવો છે તેનો નિકાલ કરી નાખવો પડશે એટલે તેમણે બધાએ મને ધમકીઓ આપી અને મારી ભાદરા ગામે બદલી કરી નાખી. હું નિકળતો હતો ત્યારે નારાયણમુનીએ કહ્યું કે ભાદરાથી તું બને એટલો જલદી ભાગી જજે, તારા પર મોત ભમે છે. એટલે હું ભાદરાથી નીકળી ગયો. મને ન્યાય મળે તે માટે આ ફરિયાદ કરું છું. આ ફરિયાદ કર્યા પછી મારા પર હુમલો થવાની પૂરી શક્યતાઓ છે. તેમણે પ્રમુખ સ્વામી ઉપર જીવનું જોખમ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

મૂળ વડોદરાના રહેવાસી ૪૨ વર્ષ નિષ્કામ સેવાદાસ ઉર્ફે રાકેશ હરેશકુમાર ભાવસારે ઈશ્વરદાસ, જ્ઞાનેશ્વરદાસ, વિવેકસાગરદાસ વગેરેએ યૌનશોષણ કર્યાની ફરિયાદ કરતી અરજી કરી હતી. તેમણે કરેલા આક્ષેપ મુજબ વર્ષો સધી તેનું યૌનશોષણ આ સાધુઓ દ્વારા કરાતું રહ્યું અને વિરોધ કરાતા તેને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવેલો. તેને દુબઈ મોકલ્યા પછી તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો અને દુબઈથી માંડ છૂટો થઈને ભારત આવ્યો હતો. તેણે પણ પોતાના પર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

સાધુઓએ બદઈરાદાથી ફરિયાદ કરી છે : બાપ્સ

અમારી સંસ્થામાંથી પૂર્વે સંસ્થાના નીતિનિયમોની વિરુદ્ધ વર્તતા બે સંતોને છૂટા કરાતા બી.એ.પી.એસ. સંસ્થાના કેટલાક સંતો વિરુદ્ધ પાયાવિહોણી ફરિયાદ કરેલ છે જે સત્યથી વેગળી અને બદઈરાદાથી કરવામાં આવેલ છે. તેમાં જરા પણ તથ્ય નથી.

-હરિશ દવે જનરલ સેક્રેટરી, બી.એ.પી.એસ.

અરજી માટે રચાયો હાઇપ્રોફાઇલ ડ્રામા

બીએપીએસ સંસ્થાના ચાર વરિષ્ઠ સંતો સામે યૌન શોષણના આક્ષેપ કરતી અરજી અંગે પોલીસ અને અરજદાર વકીલ વચ્ચે ભારે હાઇપ્રોફાઇલ ડ્રામા ભજવાયો હતો. સાંજે ૬ વાગે એક એડવોકેટ અરજી સાથે માધુપુરા પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ માધુપુરા પોલીસ સ્ટેશનના જવાબદારોએ અરજી સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આથી સીનીયર એડવોકેટ બી.એમ. માંગુકીયા પોતાના સ્ટાફ સાથે માધુપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર પટેલને મળીને અરજી કેમ નથી સ્વીકારતાં તે મતલબની વાત કરી હતી. ત્યારે પટેલે જણાવ્યું હતું કે મારી હદમાં ઘટના બની નથી આથી હું અરજી લઇ શકુ નહીં. આખરે તેમણે પીએસઓને મળવા સુચના કરતાં માંગુકીયા ત્યાં ગયા હતા પરંતુ પટેલે પીએસઓને બોલાવીને અરજી ન લેવા સુચના આપી દીધી હતી. આથી માંગુકીયા શહેર પોલીસ કંટ્રોલરૂમમાં ગયા હતા અને જ્યાં અરજી સ્વીકારી હતી.જોકે, અરજી સ્વીકાર્યા પછી કંટ્રોલરૂમ ડીસીપી મહેશ નાયકને જાણ કરતાં તેઓ તાબડતોબ કંટ્રોલરૂમમાં દોડી આવ્યા હતા.

પરંતુ અરજી સ્વીકારાઇ ગઇ હતી. આથી કાયદેસરની કાર્યવાહી કરવા સિવાઇ કોઇ છુટકો ન હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com