180X600.jpg
Aug 30,2015 07:00:21 AM IST
 

શિનોર તાલુકામાં રાહત દરની કોમ્પ્યુટરાઇઝ કૂપનો મેળવવામાં લાભાર્થીઓને હાલાકી

Oct 24, 2013 02:50 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 169
Rate: 0
Rating:
Bookmark The Article

શિનર, તા. ૨૩

શિનોર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા કોમ્પ્યુટરાઝ પુરવઠાની કુપનોનું વિતરણ ઓનલાઇન શરૂ કરવામાં આવતાં ગામડાઓમાં રેશનકાર્ડના દુકાનદારોને અને આમ જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગરીબ પ્રજાને આવી કુપનો માટે મજૂરીનો દહાડો પાડીને પંચાયત કચેરીઓમાં દોડવું પડે છે. જ્યારે કોમ્પ્યુટરની યાંત્રીક ખામીથી ઘણીવાર કુપનોનું પ્રિન્ટિંગ ન થતાં ગ્રામીણ પ્રજાને કુપન ન મળતાં એક માસનો પુરવઠો પણ અટવાઇ જાય છે.

  • કૂપન માટે મજૂરી પર રજા પાડીને આખો દિવસ કતારોમાં ઉભા રહેવાનો વારો

રાજ્ય સરકાર દ્વારા અન્ન અને નાગરીક પુરવઠા વિભાગમાં એપીએલ તથા બીપીએલ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતાં અનાજના પુરવઠામાં ભ્રષ્ટ્રાચાર નાથવા માટે દિનદયાળ ગ્રાહક ભંડારની અન્ન, કેરોસીન તથા ખાંડની વિતરણ વ્યવસ્થા ઓનલાઇન કરી દુકાનદારને ત્યાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા દરેક માસની તારીખોમાં કોમ્પ્યુટરમાંથી કુપન કાઢી લાભાર્થીને પ્રાપ્ત થનાર પુરવઠાની નોંધ નામ જોગ નીકળે છે પરંતુ હજુ ગ્રામીણ ક્ષેત્રમાં કોમ્પ્યુટરની પુરતી સમજ કે તાત્રિક જ્ઞાન ધરાવનાર ઓછા મળે છે. જ્યારે સરવર વારંવાર ડાઉન થવાથી દરેક ગામમાં લગભગ પાંચ દિવસના ગાળા સુધી કોમ્પ્યુટર ચાલે ત્યારે ગામના પરિવારજનોની કુપનો નીકળી શકે જ્યારે ગ્રામ પંચાયતમાંથી કુપન કાઢીને બીજે ગામ અનાજ લેવા જવા માટે મજૂરીયાત કે કોઇપણ વ્યવસાયીને આખા દિવસના રોજ બગાડવો પડે છે. આ મહિને ૨૨ તારીખ સુધી કુપનો કાઢવાની કામગીરી ચાલે છે. અને ગામડાઓમાં ગરીબ વર્ગ પંચાયત કચેરીના ઓફિસ ટાઇમના સમયમાં અનુકુળતાએ આવે છે. તાજેતરમાં સેગવા ગામના ૭૫ વર્ષીય હરિજન ઇસમ પુજાભાઇ પરમારની પુરવઠા અંગેની કુપન કોમ્પ્યુટરમાંથી કાઢવા જતા કુપન પ્રિન્ટ નીકળી નથી અને મશીનમાં ફસાઇ જતા આ ગરીબ લાભાર્થીની કુપન સ્થાનિક ઓપરેટર દ્વારા વારંવાર પ્રયત્ન કરવા છતાં ન નીકળતાં આ ગરીબની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. આ પુરવઠો નહીં મળે ઉપરથી ખેતીકામનો રૂ. ૧૦૦ નો દબાડો પડયો. સરકારી તંત્ર પણ મશીનની યાંત્રિક ખામી અંગે લાચાર કે સ્થાનિક ગબીબોમાં સરકારી નીતીથી પરેશાન છે. ભ્રષ્ટાચાર નાબુદ કરવાના નામે ગરીબ, અભણ પ્રજા પોતાના પુરવઠા વિના રહી જાય છે. ઉપરથી રોજ પડે છે. આનો વૈકલ્પિક ઉકેલ કરશો ક્યારે?

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com