Jul 04,2015 03:36:18 PM IST
 

ઝાલોદ પંથકમાં ગ્રામીણ પ્રજાને રેશનિંગનું અનાજ, ખાંડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ

Oct 29, 2013 02:36 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 176
Rate: 0
Rating:
Bookmark The Article

ઝાલોદ, તા. ૨૮

ઝાલોદ પંથકમાં આવેલી દિનદયાળ ઉર્ફે ફેર પ્રાઈઝ દુકાનોમાં મળતી ખાદ્ય સામગ્રી મેળવવામાં ગ્રામીણોને નાકે દમ આવી રહ્યો છે. ચાલુ વર્ષે રેશનકાર્ડ ધારકોને નવા કોમ્પ્યુટરાઈઝ બાર કોડેડ કાર્ડ મેળવવામાં આવ્યા છે. પરંતુ આ કાર્ડ લાભાર્થીને દિવાળી ટાણે અનાજ, ખાંડ, કેરોસીન, ચોખા વગેરે મેળવવામાં મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.દિવાળી પર્વમાં પંથકના આદિવાસીઓ ગ્રામીણોને સમયસર રેશનીંગ ખાદ્ય ચીજો મળી રહે માટે પ્રત્યેક ગ્રામીણ પરિવારે તેના રેશનકાર્ડ સાથે દુકાને જવુ પડે છે ત્યારબાદ કોમ્પ્યુટરમાં કાર્ડ અને કૂપન તથા લાભાર્થીના બે હાથના નિયત આંગળીઓની ફિંગર પ્રિન્ટ મેચ થાય તોજ કુપન નીકળે અને અનાજનો જથ્થો મળે છે.

  • ગ્રામીણ પ્રજાની ફિંગર પ્રિન્ટ મેચ થતી ન હોવાથી કોમ્પ્યુટરમાંથી કૂપનો નીકળતી ન હોય ગ્રામીણ પ્રજા અને વેપારીઓ વચ્ચે બનતા સંઘર્ષના બનાવો

પરંતુ ખાટલે મોટી ખોડ હોય તેમ લાભાર્થીઓના ફીંગર પ્રિન્ટ લેવાનો ઈજારો માત્ર એક જ પાર્ટીને આપેલો હોવાથી ગામડાઓમાં આ કામગીરી અન્યને વાયા વાયા સોંપાતા ફીંગર પ્રિન્ટમાં ક્ષતિઓ રહેવા પામી છે. પુરૂષની જગ્યાએ સ્ત્રી અને સ્ત્રીની જગ્યાએ પુરૂષની ફીંગર પ્રિન્ટ આવે છે. નામોમાં ઘણી ભૂલોે છે. હાથના અંગુઠાની પ્રિન્ટો બદલાઈ છે. ડાબાના બદલે જમણા હાથની પ્રિન્ટ આવે છે. આ બધા કારણોસર કોમ્પ્યુટરમાં આંગળીઓની પ્રિન્ટો મેચ થતી નથી. આ ઉપરાંત જો ફીંગર પ્રિન્ટ મળે તો લાઈટ ન હોય, લાઈટ હોય તો નેટ ન મળે. આમ કોઈક ને કોઈ કારણોસર રેશનીંગનું અનાજ મેળવવાનું લાભાર્થીઓને ટલ્લે ચઢે છે. જેથી દુકાનદારો અને લાભાર્થીઓ વચ્ચે બોલાચાલી થાય છે. ઘર્ષણો તેમજ મારામારીના બનાવોની બુમો પણ સાંભળળા મળે છે. લાઈટ, નેટ અને ફીંગર પ્રિન્ટ મેચીંગની વિટંબણાઓથી ગ્રામીણો તંગ આવી ગયા છે અને ગ્રામીણોનો દિવાળી પર્વ બગડી રહ્યો છે.

  • ગ્રામીણ પ્રજાનું દિવાળી પર્વ ન બગડે તે માટે હાલ પૂરતી કોમ્પ્યુટરાઈઝડ સીસ્ટમને બદલે મેન્યુઅલ પધ્ધતિ અપનાવવા માંગણી

વળી ચાલુ વર્ષે અતિ વૃષ્ટિના કારણે ખેડૂતોને પાકમાં અસહ્ય નકુસાન વેઠવુ પડયુ છે. ખેતીમાં કરેલો ખર્ચ અને મહેનત માથે પડી છે. ઘાસચારાને પણ નુકસાન થયુ છે. પંથકનો ખેડૂત પોતે શું ખાય અને મૂંગા પશુધનને પણ શું ખવડાવે તેની ચિંતામાં ખોવાયેલો જણાય છે. રેશનીંગના લાભાર્થીઓને નડતી તમામ સમસ્યાઓ અંગે પુરવઠા ખાતામાં ઉચ્ચસ્તરે રજૂઆત થતી નથી. ઉચ્ચ કક્ષાની બેઠકોમાં સ્થાનિક ઝાલોદ પંથકના જવાબદારો ગ્રામીણ પ્રજાને વેઠવી પડતી મુશ્કેલીઓની રજૂઆત કરતા ન હોવાની પણ બુમ ઉઠી છે. દાહોદ જિલ્લા સમાહર્તાએ પ્રવર્તમાન અનાજ વિતરણની સિસ્ટમમાં યોગ્ય ફેરફાર કરી સરળતાથી આદિવાસી- પછાતોને અનાજ ખાદ્ય ચીજો મળે તે માટે સૂચનો કર્યા છે. પણ જિલ્લા પુરવઠા અધિકારી તેને કાને ધરી ન હોવાનું જાણવા મળે છે.

ત્યારે આ સમસ્યાના નિવારણના ભાગરૂપે સ્થાનિક આદિવાસી પ્રજાની દિવાળી ન બગડે તે માટે હાલ પુરતુ અનાજ વિતરણની કોમ્પ્યુટરાઈઝડ માયાજાળ છોડીને તેને બદલે મેન્યુઅલ સીસ્ટમ અપનાવવા ઉગ્રમાંગ પ્રવર્તી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com