Oct 21,2014 02:39:43 AM IST
 

જમીન માપણી હુકમો મામલે વહીવટી તંત્રની ફેંકાફેંકથી જમીન માલિકોમાં રોષ

Nov 12, 2013 10:54 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 244
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૧૧

જિલ્લા વહીવટીતંત્રનું જમીન મહેસૂલી દફતર સુવ્યવસ્થિત નહોતાં તેનો ભોગ જમીન માલિક બની રહ્યાં છે, ઉપલેટાના સ્વાતંત્ર્ય સેનાનીની પુત્રી દ્વારા કચ્છમાં ખરીદેલી જમીનમાં સર્વે નંબર બાદ જમીન માપણીના હુકમો ન કરી આપતા આ મુદ્દે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે.

આ અંગેની મળતી વિગતો અનુસાર તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ૧૯૬૯માં કિસાનોને કચ્છમાં સાંથણીની જમીન ફાળવવાના હુકમો કર્યા હતા. જે અંગે તેમાં ૧૯૭૧માં થોડા સુધારા વધારા કરવામાં આવ્યા હતા. જે ખેડૂતને સાંથણીની જમીન સર્વે નંબર રપપમાં ૩૦ એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી તેમાંથી ર એકર જેટલી જમીન સૌરાષ્ટ્રના ઉપલેટામાં રહેતા એડવોકટ અને સ્વાતંત્ર્ય સેનાની પુત્રી મીનાબેન ઠાકોરે લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે તે જમીન પર પેટ્રોલપંપ ઉભું કરવા માટે વર્ષ ર૦૧રમાં ખરીદ કરી હતી. મીનાબેને આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ માસથી છેક ઉપલેટાથી પ૦૦ કિલોમીટરનો અંતર કાપી સુધારા હુકમ તેમજ જમીન માપણીના હુકમ માટે દયાપર મામલતદાર તથા પ્રાંત કચેરીમાં ધક્કા ખાઈ રહી છું પરંતુ બંન્ને મહેસૂલી તંત્ર દ્વારા કરાતી વહીવટી ફેંકાફેંકને કારણે તેમને આજદિન સુધી જમીન માપણીના હુકમ મળ્યા નથી, જેના પરિણામે આર્થિક તેમજ માનસિક રીતે હેરાન - પરેશાની ભોગવી પડે છે. આ અંગે વારંવાર લેખિત પત્ર દ્વારા કરવામાં આવેલી રજૂઆત પરત્વે પણ દાદ મળી નથી ત્યારે હવે નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન છેડવાની મહિલા એડવોકેટે ચીમકી આપી છે. તેમણે કચ્છ જિલ્લાના વહીવટીતંત્રમાં જમીન મહેસૂલી દફતર રફેદફે થઈ ગયું છે તેનો ભોગ મૂળ જમીન માલિક બની રહ્યાં છે તે અંગે પણ ખેદ વ્યક્ત કર્યાે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com