Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 01:41:00 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સર્વિસ ટેક્સ માટે સંચાલકોને નોટિસ

Jan 24, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 377
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત તા. ૨૩

સર્વિસ ટેક્સ રિટર્ન નહીં ભરતાં સંચાલકો સામે સુરત સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમણે સર્વિસ ટેક્સ અંગે રજિસ્ટ્રેશન લીધું છે પરંતુ જેઓ લાંબા સમયથી ટેક્સ રિટર્ન ભરવામાં આંખ આડા કાન કરે છે તેમને નોટિસ પાઠવીને તાકીદે ટેક્સ રિટર્ન ભરવા જણાવવામાં આવ્યું હોવાનું વિભાગીય સૂત્રોએ જણાવ્યું હતું.

  • સીએ, બ્યુટી પાર્લર તેમજ ફોટો સ્ટુડિયોના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી

ચાલુ નાણાકીય વર્ષમાં સુરત સર્વિસ ટેક્સ માટે ૭૧૫ કરોડનો સર્વિસ ટેક્સ વસૂલી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા ત્રણ ક્વાર્ટરમાં અપેક્ષિત કર વસૂલ થયો નથી. છેલ્લા ક્વાર્ટરમાં બાકી ટેક્સની વસૂલાત માટે કવાયત તેજ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વિભાગ દ્વારા લગભગ ૨૦૦ જેટલા સીએ, ૧૭૫ બ્યુટી પાર્લર સંચાલકો તથા સાડા ત્રણસો જેટલા ફોટો સ્ટુડિયો સંચાલકોને ટેક્સ રિટર્ન ભરવા માટે નોટિસ આપવામાં આવી છે. વિભાગીય સૂત્રો અનુસાર સર્વિસ ટેક્સની જાળમાં સામેલ ઘણા સંચાલકોએ વિભાગમાં રજિસ્ટ્રેશન તો લીધું છે પરંતુ તેઓ નિયમિત ટેક્સ રિટર્ન ભરતા નથી. તેથી તેમને નોટિસ પાઠવીને બાકી ટેક્સની ભરપાઇ માટે જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત સર્વિસ ટેક્સ વિભાગમાં વિવિધ સેવા સાથે સંકળાયેલા ૧૨૦૦૦ સંચાલકોમાંથી મોટા ભાગના સંચાલકો ટેક્સ રિટર્ન નિયમિત ભરતા નથી. અગાઉ ત્રીજા ક્વાર્ટર દરમિયાન સુરત શહેર જિલ્લામાં વિભાગ દ્વારા ટેક્સ રિટર્ન નહીં ભરતા સંચાલકોને ત્યાં મોટા પાયા પર સરવે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘણા સંચાલકો પાસેથી દંડ સહિત ટેક્સની વસૂલાત પણ કરવામાં આવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com