Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 01:58:54 PM IST
 

EU ના નવા પ્રતિબંધોથી ઇરાન પર દબાણ વધશે : US

Jan 24, 2012 World
 
Tags:   Iran Oil Embargo Iran Nuclear Programmes Iran Global Times European Union Strait of Hormuz Oil tankers Hillary Clinton comment     E-Mail     Print    
 
Viewed: 1358
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન 24, જાન્યુઆરી

અમેરિકાએ ઇરાન વિરૂદ્ધ નવા પ્રતિબંધ લગાવવાના યુરોપીયન સંઘના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય સહયોગી ઇરાનને પરમાણું હથિયાર મેળવવા પર પ્રતિબંધ માટે પ્રતિબદ્ધ છે.

યુરોપીય સંઘનું પગલું આવકાર્ય : હિલેરી

વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને એક નિવેદનમાં કહ્યું કે યુરોપીય સંઘે ઇરાન વિરૂદ્ધ લગાવેલા કડક પ્રતિબંધોને મંજૂરી આપીને ઇરાન પર દબાણ વધારવા માટે જે પગલું ઉઠાવ્યું છે તે સ્વીકાર્ય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને તેના સહયોગી દેશ ઇરાનને પરમાણું હથિયાર મેળવવા રોકવા માટે પ્રતિબદ્ધ છે.

અપ્રભાવી સાબિત થશે પ્રતિબંધ : ઇરાન

ઉલ્લેખનીય છે કે યુરોપીય સંઘે ઇરાન વિરૂદ્ધ લગાવવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધોને મંજૂરી આપી છે જેમાં ત્યાંથી કાચા તેલની આયાત અને ઇરાની કેન્દ્રીય બેંકની સંપત્તિને સીલ કરવાનું પણ સામેલ છે. આ તમામ વાતોની વચ્ચે ઇરાને યુરોપીય સંઘના કડક પ્રતિબંધોની નિંદા કરતા કહ્યું કે આ પ્રતિબંધ અપ્રભાવી સાબિત થશે. ઇરાનનું કહેવું છે કે તે પરમાણું હથિયારોને વિકસિત નથી કરી રહ્યું. તો વળી, ફ્રાંસ, બ્રિટેન અને જર્મનીએ કહ્યું કે તે ઇરાનના પરમાણું હથિયાર મેળવવાનો સ્વીકાર નથી કરી શકતા.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com