હૈદરાબાદ, તા.૨૪
સાયના નેહવાલ છેલ્લા એક વર્ષથી ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. જેના કારણે લગભગ ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલમાંથી ફેંકાઈ જવાની નોબત આવી છે. સાયના ખરાબ દેખાવ માટે ફિટનેસને જવાબદાર ગણાવે છે. જોકે, આ માટે ફિટનેસ નહીં પણ બેડમિન્ટન પ્લેયર પી.કશ્યપ સાથેનું અફેર જવાબદાર છે. સાયના અને પી કશ્યપ છેલ્લા ઘણા સમયથી એકબીજાની નજીક આવ્યા છે અને હંમેશા સાથે નજરે પડે છે. બન્ને વચ્ચેનું અફેર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
· સાયનાનું અફેરને કારણે પ્રદર્શન કથળ્યું હોવાની ચર્ચા
પી કશ્યપ અને સાયના વચ્ચે વધી રહેલી મિત્રતાને કારણે નેશનલ કોચ પુલેલા ગોપીચંદ પણ અકળાયા છે. સાયના પી કશ્યપ સાથે ડેટિંગમાં મોટો ભાગનો સમય વિતાવે છે. જેના કારણે પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપી શકતી નથી. પ્રેક્ટિસમાં ધ્યાન ન આપવાના કારણે છેલ્લા એક વર્ષથી તેના પ્રદર્શન ઉપર અસર પડી છે. જેના કારણે તેના રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે. પી કશ્યપ સાથે વધારે પડતી મિત્રતાને કારણે સાયના અને ગોપીચંદ વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. ગોપીચંદ સાયનાને રમત ઉપર ધ્યાન આપવા જણાવે છે. બીજી તરફ સાયના પી કશ્યપ સાથેના ડેટિંગમાંથી બહાર આવતી નથી. ડેટિંગના કારણે સાયના છેલ્લા એક વર્ષથી કોઈ મેજર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની શકી નથી.