|
|
ઇરાનની ચેતવણી, પ્રતિબંધોથી તેલ કિંમતોમાં વધારો થશે
|
|
Jan 25, 2012
|
World
|
|
|
|
|
|
|
તેહરાન 25, જાન્યુઆરી
તેહરાને ચેતવણી આપી છે કે ઇરાનની વિરૂદ્ધ યુરોપીય સંઘ (ઇયુ)ના તેલ આયાત પ્રતિબંધથી તેલ કિંમતોમાં વધારો થશે તેમજ વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પણ તેની અસર જોવા મળશે.
ઇરાની તેલ મંત્રાલયે કહ્યું કે ઇયુએ તેલને રાજકીય લક્ષ્ય માટે એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. આનાથી યુરોપ અને યુરોપના બહારના દેશો પ્રભાવિત થશે. તેલ મંત્રાલયે કહ્યું કે ઇરાને આ પડકાર સામે લડવા માટે આવશ્યક પગલાંઓ પહેલેથી જ ઉઠાવ્યા છે.
સોમવારે તેલ પ્રતિબંધને કારણે તેલ કિંમતોમાં વધારો થઇ ચૂક્યો છે જેના કારણે આપૂર્તિને લઇને પણ નવી ચિંતાઓ પેદા થઇ ગઇ છે. આ પ્રતિબંધ પહેલી જૂલાઇથી શરૂ થશે. જેથી ગ્રીસ, ઇટલી અને સ્પેન જેવા પ્રમુખ તેલ આયાતકોને વૈકલ્પિક આપૂર્તિકર્તા શોધવાનો સમય મળી શકે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|