Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:36:46 AM IST
 

વરાણાના મેળામાં લોકો ઊમટયાં

Jan 26, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 437
Rate: 0
Rating:
Bookmark The Article

હારીજ તા.રપ                                                        

આઈ શ્રી ખોડીયાર માતાજીના સુપ્રસિધ્ધ ધામ વરાણા ખાતે મીની કૃંભ સમાન સ્વયંભુ ભરાતા મેળાના પ્રારંભેજમાં ખોડલના દર્શનાર્થે તથા માતાજીની બાધા-માનતા પૂર્ણ કરવા અને નૈવેધ તરીકે ગોળ-ખાંડની ઘાણી ચડાવવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું છે.છેલ્લા હજારો વર્ષથી આ પરંપરા ચાલી આવીરહીછે. આમ લોકો માનતા રાખે છે. અને તેમની માનતા પુર્ણ થતા માઈ ભકતો માતાજીના મંદીરે ઘાણી કરવા માંટે આવે છે.

·        વર્ષોની પરંપરા પ્રમાણે પ્રથમ ઘાણી આહીરની ચડી

·        વરાણામાં શ્રદ્ધાની હેલી : માતાજીની બાધા-માનતા પૂર્ણ કરવા નૈવેધ તરીકે ગોળ-ખાંડની ધાણી ચડાવાય છે

આ મંદીરમાં વર્ષોથી એક ચમત્કાર સમાન બનતી ઘટના પણ બને છે. જે બાબતે વરાણા ખોડીયાર માતા મંદિર વ્યવસ્થાપક નાગરભાઈ આર. આચાર્ય   એ જણાવ્યુ હતુ કે મેળાના પ્રથમ દિવસે કોઈ પણ સંજોગોમાં પ્રથમ નૈવેધ (ઘાણી ) ચડાવનાર કોઈ પણ જગ્યાના આહીર કોમનાજ લોકો હોય છે. તે પરંપરા મુજબજ આજે પણ આવીજ ઘટના બનવા પામી હતી . આજ રોજ સવારના પ-૦૦ વાગે પ્રથમ ઘાણી ચડાવના પણ આહીર કોમનાજ લોકો હતા. પ્રથમ નૈવેધ ચડાવી આવનાર માઈ ભકતને મંદીર પરીસરમાં ઉપસ્થીત લોકો દ્વારા તેમનુ નામ અને કોમ જાણવાની જીજ્ઞાસા વ્યકત કરતા પ્રથમ નૈવેધ (ઘાણી) ચડાવનાર માઈ ભકત કડકા ગામના આહીર અમરૂભાઈ હોવાનુ જાણવા મળતા લોકોએ આઈ શ્રી ખોડીયારની જય જય કાર કરી હતી. એક અંદાજ મુજબ ૧પ દિવસ ચાલનાર આ મેળામાં પ લાખ કરતા પણ વધારે લોકો માતાજીનો દર્શનનો લાભ મેળવશે.   આ સ્વયંભુ ભરાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી તંત્ર દ્વરા પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમાંટે પોલીસ બંદોબસ્ત સતત ૧પ દિવસ માંટે ગોઠવવામાં આવે છે. મંદીર દ્વારા પણ માઈ ભકતોને ભોજન પ્રસાદ મળી રહે તેમાંટે ભોજનાલય માં નજીવા શુલ્કથી પ્રસાદી રૂપે ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com