|
|
જેતપુરમાં સદ્દભાવનાં સામે સાસંદ દ્વારા સતકર્મ ઉપવાસ
|
|
Jan 27, 2012
|
Rajkot >
Rajkot City
|
|
|
|
|
|
|
રાજકોટ 27, જાન્યુઆરી
અર્જુન મોઢવાડીયા, શંકરસિંહ, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ હાજર રહેશે
જેતપુરમાં આગામી તા.૩૦ના રોજ મુખ્યમંત્રી નરેનદ્રભાઈ મોદી ના સદ્ભાવના ઉપવાસ તથા કોંગીના સાસંદ વિઠ્ઠલભાઈ રાદડીયાના સતકર્મ ઉપવાસ પર બેસશે. શંકરસિંહ વાઘેલા, સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા તથા શકિતસિંહ ગોહિલ સહિતનાં નેતાઓ પણ જોડાશે. સદ્દભાવના સામે કોંગ્રેસના સત્કર્મ ઉપવાસ યોજાવાના હોય વિઠ્ઠલ રાદડિયાએ કોંગ્રેસ તરફથી પોરબંદર બાદ જેતપુરમાં પણ આગેવાની સ્વીકારી તૈયારીઓ શરૃ કરાવી છે.
જેતપુરમાં ધોરાજી રોડ ઉપર આવેલા મેદાનમાં કોંગ્રેસ પ્રેરીત સત્કર્મ ઉપવાસ યોજવામાં આવનાર છે અને તેમાં રાજકોટ જિલ્લામાંથી લોકોને એક્ત્ર કરવામાં આવનાર છે. આ માટે રોજે રોજ દિવસે બેઠકો અને રાતે ભજીયા પાર્ટીઓ યોજાય રહ્યાની વિગતો સાંપડે છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોરધન ધામેલિયાના જણાવ્યાં પ્રમાણે કોંગ્રેસ પણ વિશાળ જનમેદની એકત્ર કરીને ભાજપ સરકારને સદબુધ્ધિ માટે સત્કર્મ ઉપવાસ કરશે. જેતપુર પંથકના યાર્ડના ચેરમેન દિનેશ ભુવા, હરસુખ આંબલીયા, ચંદુ વેકરીયા, શારદાબેન વેગડા સહિતનાં આગેવાનો સતકર્મ ઉપવાસને સફળ બનાવવા તૈયારીઓ કરી રહ્યા છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|