180X600.jpg
Jul 29,2016 05:43:58 AM IST
 

શહેરનાં ૮૮ બગીચા નધણીયાતા, પડયા-પાથર્યા રહેતા અસામાજીકો

Jan 28, 2012 02:18 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 758
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૨૭

શહેરમાં ૭૧,૦૫૭ ચો.મી.માં બાગ- બગીચા મહાપાલિકાએ બનાવ્યા છે પણ તેની યોગ્ય જાળવણી કરાતી ન હોય બગીચાઓની હાલત દયનીય બનતી જાય છે. રેસકોર્ષ, જ્યુબીલી ગાર્ડન જેવા મુખ્ય બગીચાઓ તો જાણે અસામાજિકોના અડ્ડા બની ચુક્યા છે. આ બંને બગીચાઓમાં બાળક્રિડાંગણના સાધનોની હાલત બગડી ચુકી છે.

  • કુલ ૭૧,૦૫૭ ચો.મી.માં બાગ બગીચા છતાં જાળવણીનાં અભાવે પ્રજા પરેશાન

જ્યુબીલીમાં તો હિંચકા લપસીયાનો ઉપયોગમાં લેવાય તેવા રહ્યાં નથી તો રેસકોર્ષમાં ત્યાં પડયા પાથર્યા રહેતા બેઘર પરિવારોના લોકો જ કબજા જમાવીને બેઠા હોય છે. આ બંને મુખ્ય બગીચાઓમાં અસામાજીકોને ત્રાસ પણ વધી રહ્યો છે અને તેની ફરિયાદો પણ વારંવાર મહાપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સુધી પહોંચી છે. આવી ફરિયાદો મળ્યાં બાદ ચેકિંગ કરવામાં આવે છે અને પછી બધુ ભૂલી જવાય છે.

 સિક્યુરીટી ગાર્ડ પાછળ તગડો ખર્ચ થાય છે પણ આ બગીચાઓમાં ભાગ્યે જ સિક્યુરીટી ગાર્ડ નજરે પડતા હોય છે. જિલ્લા ગાર્ડનની હાલત તો આ બંને બગીચા કરતા ખરાબ છે ત્યાં હવે લોકો ફરવા જવાનું ટાળવા લાગ્યા હોય આખો દિવસ અસામાજિકો અને ગંજેરીઓના અડ્ડા જામવા લાગ્યા છે. ગાર્ડન શાખા આ તમામ બગીચાઓની જાળવણીનો હવાલો સંભાળે છે પણ તેમને માત્ર ભ્રષ્ટાચારના ઝાડ ઉગાડવામાં જ રસ હોય રેસકોર્ષને બાદ કરતા અન્ય બગીચાઓની ભાગ્યે જ જાળવણી થાય છે.

છેલ્લા બે વર્ષમાં નવા ૨૩ બગીચા બનાવાયા છે પણ ત્યાં વૃક્ષોના નામે મોટુ મીંડું જ છે. ઉદઘાટન પુરતા વૃક્ષો દર્શાવાયા હતા પણ પછી આ વૃક્ષોનું શું થયું તે માત્ર ગાર્ડન શાખા જ જાણે છે. પદાધિકારીઓને ચાનક ચડે ત્યારે એકાદ વખત કોઈ બાગ બગીચામાં જઈ ફોટાઓ પડાવી આવે છે પણ ત્યાં મુલાકાત દરમિયાન જે ક્ષતિ નજરે પડે તેના નિવારણ કરવાનું ભૂલાય જાય છે. ગત વર્ષે મેયર તેમજ તેમના પ્રતિનિધિ મંડળે રેસકોર્ષ તેમજ અન્ય બગીચાઓની મુલાકાત લીધી હતી .

ત્યારે તેમની સમક્ષ બાળક્રિડાંગણના સાધનો તેમજ અહીં અડિગો જમાવી બેસી ગયેલા પરિવારોની ફરિયાદો ઉઠાવાઈ હતી પણ   તેની સામે કોઈ પગલાં લેવાયા નથી. રેસકોર્ષ ફરતે જાળી પણ તુટી ગઈ છે જેનું સમારકામ પણ દરરોજ આ રસ્તેથી નિકળતા મેયર કે અન્ય પદાધિકારીઓ કે અધિકારીઓને હજુ કોઈને યાદ આવ્યું નથી.

શહેરના અન્ય બગીચાઓ પૈકી સોરઠીયા વાડી ચોક, આજી ડેમ ગાર્ડન, બીશપ ચોક ગાર્ડન વિગેરેમાં જાળવણીનો અભાવ ખુંચી રહ્યો છે. 

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com