રવિશંકર રાવલ કલા ભવન ખાતે યોજાયેલા ‘અનબિલિવેબલ વર્લ્ડ’ થીમ આધારિત પ્રદર્શનમાં અમિત દોશી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરો એક્ઝિબિટ કરવામાં આવી છે. નેશનલ જિયોગ્રાફી મેગેઝિનના કવર પેજ પર ચમકેલી જિરાફ અને ઝિબ્રાની તસવીર આકર્ષક છે. બેંકકોક સફારી વર્લ્ડમાં ખેંચવામાં આવેલ આ તસવીરમાં જિરાફની ડોક પર ઝિબ્રા ચઢી ગયું છે. આ તસવીરને નેશનલ જિયોગ્રાફીના મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લગભગ તમામ લોકોને જેમની ઓફિસ જોવાની ઇચ્છા હશે, તેવા બરાક ઓબામાની ઓવલ ઓફિસનો નજારો પણ અહીં માણી શકાશે.
આ ઉપરાંત જગવિખ્યાત કલાકાર માઇકલ એન્જેલોએ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એકવાર મેટલમાંથી સ્કલ્પચર તૈયાર કર્યુ હતું. પોતાના ચિત્રો માટે વિશ્વમાં જાણીતા બનેલા પાબ્લો પિકાસોનું એકમાત્ર સ્કલ્પચર ‘ટેથ’ની તસવીર પણ એક્ઝિબિશનમાં નિહાળી શકાશે. એક્ઝિબિશનમાં ફોક્સવેગન, ફેરારી, બીએમડબલ્યુ ૧૦૦૦સીસી તથા હાર્લિડેવિડસન જેવી લોકપ્રિય ઓટોમોબાઇલ જાયન્ટના ફર્સ્ટ મોડેલ્સની તસવીર માણી શકાશે. આ સિવાય બેંકકોકના રાજ મહેલમાં રહેલી ૮૦ વર્ષ જૂની ગણેશજીની પેઇન્ટિંગ પણ જોવા મળશે. આ તમામ તસવીર ઇન્ટરનેશનલ એવોર્ડ વિનિંગ છે. ફોટોગ્રાફર અમિત દોશીએ ન્યૂયોર્કમાંથી ફોટોગ્રાફીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
સ્થળ : રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન
સમય : બપોરે ૧૨: ૦૦થી સાંજના ૮ :૦૦
તારીખ : ૨૯ જાન્યુઆરી સુધી