Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:47:03 PM IST
 

મુશર્રફ પાકિસ્તાન આવતા જ તેમની ધરપકડ કરવામાં આવશે : ગિલાની

Jan 28, 2012 World
 
Tags:   Pakistan People's Party Asif Ali Zardari Yousuf Raza Gilani Election Supreme Court National Accountability Bureau National Reconciliation Ordinance Mansoor Ijaz Memoget Issue comment     E-Mail     Print    
 
Viewed: 1503
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

દાવોસ 28, જાન્યુઆરી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીએ શુક્રવારે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ જો સ્વદેશ પરત ફરે છે તો તેઓની નિશ્ચિત રૂપથી ધરપકડ કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટમાં તેઓએ આ જાણકારી આપી છે. દાવોસમાં એક વૈશ્વિક આર્થિક મંચની બેઠકમાં ગિલાનીએ કહ્યું કે, વાસ્તવમાં, મુશર્રફની વિરૂદ્ધ હત્યાના આરોપ છે. આ સિવાય તેઓના પર કેટલાંક ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે પહેલેથી જ તેમની વિરૂદ્ધ ચુકાદો આપ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મુશર્રફ હવે જ્યારે પાકિસ્તાન પરત ફરશે તો તેઓને આરોપોનો સામનો કરવો પડશે અને તેઓની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્વ દેશનિકાલના કારણે બ્રિટેનમાં રહેતા મુશર્રફે ઘોષણા કરી હતી કે તેઓ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પાકિસ્તાન પરત ફરશે અને આગામી ચૂંટણીમાં પોતાની પાર્ટીનું નેતૃત્વ કરશે પરંતુ બાદમાં તેમની પાર્ટીએ કહ્યું કે તેઓ પોતાની ધરપકડની પરિસ્થિતિઓનું આકલન કરી રહ્યા છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com