Jul 22,2014 08:55:39 PM IST
 

આ દિવાળીએ મીઠી મધુરી મીઠાઇ ‘કડવી’બની રહેશે !

Oct 11, 2011 01:40 Ahmedabad > Mehsana
 
Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 1474
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૧૦

દુધ, માવો અને સૂકોમેવો સહિતની ચીજોમાં વધારો નોંધાતા આ દિવાળીએ મીઠી મધુરી મીઠાઇ વધુ કડવી બની રહેશે કેમ કે, અત્યારથી જ ડ્રાયફ્રૂટ, પિસ્તા, બદામ અને અંજીર સહિતની મોંઘેરી વિવિધ મીઠાઇમાં અલગ અલગ ફ્લેવરોમાં ૧૦ થી ૧૫ ટકા સુધીનો ભાવવધારો લાગુ પાડી દેવાયો છે , તો પેંડા, બરફી, ચમચમ અને લાડુ જેવી મીઠાઇમાં ટુંકમાં ભાવવધારો અમલી બને તેવા સંકેતો સાંપડી રહ્યા છે. સામાન્ય રીતે નવલાં નોરતા બાદ દશેરા પર્વથી જ મીઠાઇની માંગ વધી જતી હોય છે અને તેમાંય દિવાળી પર્વ દરમિયાન મીઠાઇનું જબ્બર વેચાણ થતું હોય છે ત્યારે આ સાલ મીઠાઇમાં થયેલા ભાવવધારાને કારણે મીઠાઇના વેચાણમાં થોડી ઓટ આવે તેવી આશંકા ટોચના મીઠાઇ ઉત્પાદકો વ્યક્ત કરી રહ્યા છે.

  • ડ્રાયફ્રૂટ, પિસ્તા, અંજીરની મીઠાઇમાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો

દૂધનો ભાવવધારા સાથે મોંઘા બનતા ટ્રાન્સપોર્ટેશન વચ્ચે સુકા મેવાની પ્રોડક્ટમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો ભાવવધારો નોંધાયો છે અને જેના કારણે જ મીઠાઇના ભાવ વધારવામાં આવ્યા છે, આવું જણાવતા જાણીતા મીઠાઇ ઉત્પાદકો કહે છે કે, આ સાલ તમામ મીઠાઇના ભાવ વધારવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, તેમ છતાં હાલ ડ્રાયફ્રૂટ, પિસ્તા, અંજીર અને બદામની મીઠાઇમાં જ નોંધનીય વધારો કરાયો છે.

 અન્ય મીઠાઇમાં કેટલો ભાવવધારો કરવો તેની વિચારણા ચાલુ છે. હર હંમેશ ખાવાપીવામાં અવ્વલ એવા ગુજરાતીઓને આ તહેવારના સપરમાં મીઠાઇમાં ભાવવધારાનો સામનો કરવો પડશે તે નક્કી છે. હાલ ટ્રડીશનલ સ્વીટના પ્રતિ કિલોના સરેરાશ ભાવ રૂ.૩૮૦ થી લઇને રૂ.૩૯૦ થઇ ગયા છે તો બરફીના પ્રતિ કિલોના સરેરાશ ભાવ વધી ૩૮૦ થી લઇ રૂ.૪૫૦ સુધીના થઇ ગયા છે. હલવાના એક કિલોના સરેરાશ ભાવ રૂ.૩૪૦ થી ૪૮૦ સુધી પહોંચી ગયા છે. દરમિયાન ડ્રાયફ્રૂટ મીઠાઇના પ્રતિ કિલોના સરેરાશ ભાવ રૂ.૫૪૦ થી ૭૨૦ થઇ ગયા છે.

અમદાવાદના ટોચના કંદોઇએ ‘સંદેશ’ને જણાવ્યું હતું કે, મીઠાઇના ભાવ વધી જતા હાલ ટ્રેડીશનલ સ્વીટ, બરફી, હલવા, ડ્રાયફ્રૂટ સ્વીટ, બંગાળી મીઠાઇ, બાઇટ અને નેચરલ સ્વીટ સહિતની મીઠાઇમાં પ્રતિ કિલોએ રૂ.૨૦ થી ૨૫ સુધીનો ભાવવધારો અમલી બનાવી દેવાયો છે. હાલ વ્હાઇટ કાજુ કતરીનો ભાવ વધી રૂ.૫૪૦, કેસર કતરીનો ભાવ વધી રૂ.૫૮૦, અંજીર રોલનો ભાવ વધી રૂ.૫૪૦, પિસ્તા રોલનો ભાવ વધી રૂ.૬૧૦ અને કાજુ કળશ અને ચંદ્રકલીનો ભાવ વધી રૂ.૬૧૦ પ્રતિ કિલો થઇ ગયો છે. અન્ય મીઠાઇનો ભાવ કેટલો વધારવો તે નક્કી થઇ રહ્યુ છે.

સાબરકાંઠાના પ્રખ્યાત મીઠાઇ ઉત્પાદકે જણાવ્યું હતું કે, આમ તો અત્યારની પરિસ્થિતિ જોઇએ તો, મીઠાઇનો ભાવ વધારવો પડે તેમ છે, તેમ છતાં અમે હાલ અમારા ગ્રાહકો અને અમારી પેઢીને ધ્યાનમાં રાખીને હજુ મીઠાઇનો ભાવવધારો જાહેર કર્યો નથી. તેમ છતાં મોટાભાગના મીઠાઇ ઉત્પાદકોએ અત્યાર થી જ મીઠાઇમાં ભાવવધારો કરી દીધો છે.

મીઠાઇ ઉત્પાદકોના કહેવા અનુસાર હાલ ટ્રેડિશનલ સ્વીટમાં પ્રતિ કિલોના આશરે મીક્સ મીઠાઇના રૂ.૩૯૦, કેસર પેંડાના રૂ.૩૮૦, વ્હાઇટ પેંડાના રૂ.૩૬૦, બુંદી લાડુના રૂ.૩૯૦, ડ્રાયફ્રૂટ મોતીચુરના લાડુના રૂ.૩૮૦, ઓરંજ કોકોનટ લાડુનારૂ.૩૮૦, કેસર મોહનથાળના રૂ.૩૯૦, સાદા મૈસુરના રૂ.૩૯૦, કાજુ મૈસુરના રૂ.૫૬૦, લાલી શ્રીફળ કોપરાપાકના રૂ.૩૮૦, ખારી પુરીના રૂ.૩૯૦, હલવાસન પાકના રૂ.૩૮૦, સોનપાપડીના રૂ.૩૯૦, ચોકલેટ સોનપાપડીના રૂ.૩૯૦ અને ઓરેંજ સોનપાપડીના રૂ.૩૯૦ સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. જ્યારે બરફીમાં પ્રતિ કિલોના આશરે ચોકો સ્વીસના રૂ.૪૩૦, ઓરેંજ બ્લોસમના રૂ.૪૩૦, કાજુ કેસર બરફીના રૂ.૪૧૦, બટરસ્કોચ બરફીના રૂ.૩૯૦, પાઇનેપલ બરફીના રૂ.૩૯૦, થ્રી ઇન વન બરફીના રૂ.૩૯૦, વ્હાઇટ બરફીના રૂ.૩૮૦, અંજીર બરફીના રૂ.૩૯૦, ચોકલેટ બરફીના રૂ.૩૮૦, દુધ બદામ બરફીના રૂ.૩૯૦, કાશ્મીરી બરફીના રૂ.૩૯૦, અખરોટ બરફીના રૂ.૪૧૦, ચેરી બરફીના રૂ.૩૯૦, બદામ બરફીના રૂ.૪૧૦ અને પિસ્તા બરફીના રૂ.૪૫૦ સુધીના ભાવ થઇ ગયા છે. હલવામાં હાલ પ્રતિ કિલોના રૂ.૩૮૦ થી માંડી રૂ.૪૮૦ સુધીના ભાવ છે.

ડ્રાયફ્રૂટ મીઠાઇમાં સૌથી મોંઘી મીઠાઇ અખરોટ ક્યુબા, પિસ્તા ડ્રાયફ્રૂટ કતરી અને બદામ પિસ્તા કતરી છે જેનો પ્રતિ કિલોનો ભાવ રૂ.૭૨૦ સુધી પહોંચી ગયો છે ! દરમિયાન એક કિલો ડ્રાયફ્રૂટ સ્વીટ બોક્સના રૂ.૬૮૦, સ્પેશ્યલ કાજુ મિક્સ મીઠાઇના રૂ.૬૪૦, વ્હાઇટ કાજુ કતરીના રૂ.૫૪૦, કેસર કતરીના રૂ.૫૮૦, અંજીર કતરીના રૂ.૫૬૦, બદામ પિસ્તા કતરીના રૂ.૭૨૦, સ્ટ્રોબેરી કતરીના રૂ.૬૬૦, કેસર બદામ કતરીના રૂ.૬૪૦, ઓરંજ કતરીના રૂ.૬૪૦, ડ્રાયફ્રૂટ કતરીના રૂ.૬૬૦, બદામ કતરીના રૂ.૬૨૦, સેન્ડવીચ કતરીના રૂ.૬૬૦, ડ્રાયફ્રૂટ સેન્ડવીચના રૂ.૬૬૦, અંજીર રોલના રૂ.૫૪૦, પિસ્તા રોલના રૂ.૬૧૦, ડ્રાયફ્રૂટ રોલના રૂ.૬૮૦, પિસ્તા કોનના રૂ.૬૯૦, કાજુ પિસ્તા પાનના રૂ.૬૦૦, કાજુ કળશ અને ચંદ્રકલીના રૂ.૬૧૦, ગુલકમદ કટોરીના રૂ.૬૨૦, સીતાફળ સ્વીટના રૂ.૬૬૦, કેસર સ્લાઇસના રૂ.૫૮૦, બદામ એપલના રૂ.૬૪૦, અનારકલીના રૂ.૬૬૦, બદામ પિસ્તા જલેબીના રૂ.૬૮૦, કાજુ ગુજિયાના આશરે રૂ.૬૬૦ સુધીના ભાવ બોલાઇ રહ્યા છે.

બંગાળી મીઠાઇમાં કેસર પિસ્તા રબડીનો ભાવ આશરે રૂ.૨૪૦ થઇ ગયો છે. બાઇટમાં પિસ્તા બાઇટના પ્રતિ કિલોના આશરે રૂ.૮૪૦ તેમજ મેવા બાઇટ, ઓરેંજ બાઇટ, અખરોટ બાઇટ, ચોકો બાઇટ, રોઝ બાઇટ, સ્ટ્રોબેરી બાઇટ અને બટરસ્કોચ બાઇટના આશરે રૂ.૬૮૦ સુધીના ભાવ થઇ ગયા છે.

અત્રે નોંધનીય છે કે, મીઠાઇના મોટાભાગના ઉત્પાદકો દ્વારા મીઠાઇની વિવિધ ફ્લેવરમાં વધતા ઓછા પ્રમાણમાં ભાવવધારો કરી દેવાયો છે. ઉપરોક્ત મીઠાઇના ભાવ ટોચના મીઠાઇ ઉત્પાદકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે. બીજી તરફ હજુ કેટલાક વેપારીઓ એવા પણ છે કે, જેને પોતાની પ્રોડક્ટમાં હજુ ભાવવધારો જાહેર કર્યો નથી. આમ જોઇએ તો દર વર્ષે આ સમયગાળામાં મીઠાઇના ભાવમાં વધારો થતો જ હોય છે, અને લોકો પણ તે ભાવવધારાને ના છુટકે સ્વીકારી જ લેતા હોય છે !

સુકામેવાના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો

મીઠાઇના ભાવમાં થયેલા વધારા પાછળ મહદઅંશે સુકામેવામાં થયેલો ભાવવધારો જ જવાબદાર મનાય રહ્યો છે. અમદાવાદના ડ્રાયફ્રૂટના જથ્થાબંધ વેપારીના જણાવ્યા મુજબ સુકામેવાની પ્રોડક્ટમાં આશરે ૧૦ થી ૧૨ ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. ગત સાલ કાજુનો પ્રતિ કિલોનો ભાવ રૂ.૫૮૦ થી ૧૦૦૦નો હતો તે આ સાલ વધી રૂ.૬૪૦ થી રૂ.૧૩૦૦નો થઇ ગયો છે. પ્રતિ કિલોના બદામના રૂ.૪૪૦ થી રૂ.૫૨૦, સુકી દ્રાક્ષના રૂ.૨૪૦ થી રૂ.૧૬૮૦, પિસ્તાના રૂ.૬૪૦ થી રૂ.૯૬૦, જરદાલુના રૂ.૬૦૦ થી ૭૬૦, અખરોટના રૂ.૮૮૦ થી રૂ.૯૬૦, અંજીરના રૂ.૪૮૦ થી રૂ.૯૬૦, રોસ્ટેડ કાજુના રૂ.૭૬૦ થી રૂ.૧૦૮૦, રોસ્ટેડ બદામના રૂ.૬૦૦, ચોકલેટ કાજુના રૂ.૭૬૦, ચીઝ કાજુના રૂ.૮૦૦ અને ડ્રાયફ્રૂટ ચેવડાના રૂ.૬૦૦ તથા ડ્રાયફ્રૂટ રોસ્ટેડ ચેવડાના રૂ.૮૦૦ સુધીના ભાવ થઇ ગયા છે. બીજી તરફ પાટણ તરફથી મળતા અહેવાલો અનુસાર ત્યાં પ્રતિ કિલોના બદામના ગત સાલ રૂ.૪૦૦ના ભાવ હતા તે આ સાલ વધી રૂ.૫૦૦, કાજુના ગત સાલ રૂ.૪૮૦ના ભાવ હતા તે આ સાલ વધીને ૫૫૦, દ્રાક્ષના ગત સાલના રૂ.૧૫૦ ના ભાવ હતા તે હાલ વધીને રૂ.૧૮૦, પિસ્તાના ગત સાલ રૂ.૭૦૦ના ભાવ હતા તે આ સાલ વધીને રૂ.૧૦૦૦, ટોપરાના ગત વર્ષના રૂ.૮૦ના ભાવ હતા જે હાલ વધીને રૂ.૧૦૦, અંજીરના રૂ.૨૫૦ના ભાવ હતા તે હાલ વધીને રૂ.૩૫૦ થઇ ગયા છે.

ડ્રાયફ્રૂટ બોક્સ
ફોર પાર્ટ બોક્સ ૨૦૦ ગ્રામ રૂ.૨૫૦
સીક્સ પાર્ટ બોક્સ ૩૦૦ ગ્રામ રૂ.૩૪૦
એઇટ પાર્ટ બોક્સ ૪૦૦ ગ્રામ રૂ.૪૫૦
ટેન પાર્ટ બોક્સ ૫૦૦ ગ્રામ રૂ.૫૫૦
એઇટ પાર્ટ બોક્સ લાર્જ(ટુ) ૬૦૦ ગ્રામ રૂ.૬૫૦
નાઇન પાર્ટ બોક્સ લાર્જ(થ્રી) ૮૦૦ ગ્રામ રૂ.૮૮૦
નાઇન પાર્ટ બોક્સ લાર્જ ૧૦૦૦ ગ્રામ રૂ.૧૦૫૦
એઇટ પાર્ટ બોક્સ લાર્જ ૧૨૫૦ ગ્રામ રૂ.૧૩૭૫
નાઇન પાર્ટ બોક્સ લાર્જ ૧૬૦૦ ગ્રામ રૂ.૧૬૭૫
અહીં રેગ્યુલર બોક્સનો ભાવ અપાયો છે, ફેન્સી બોક્સે, મેટલ બોક્સ અને સિલ્વર વેર બોક્સનો ભાવ વધારે હોય છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com