માંડલ, તા. ૨૯
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા ખાતે રવિવારના રોજ ડી.જી વિજિલન્સ સ્કોડ ટીમે ગાંધીનગરથી આવેલા ઓફિસરોએ દરોડા પાડીને આ ફેક્ટરીમાં ફેક્ટરીના માલિકો નકલી ઘી અને સોયાબીન અને અન્ય રંગ જેવા કેમિકલ્સની ભેળસેળ કરીને નકલી ઘી બનાવીને માર્કેટમાં મુકીને હજારો લોકો સાથે છેતરપિંડી કરનારાના આ કાળા કારોબારના માફિયાઓ બજારમાં આ નકલી ઘી જુદા જુદા માર્કાથી જુદા જુદા વજન ના ટીનમાં ભરીને બજારમાં મુકતા હતા. જે માર્કા માં વસંતશ્રી, ગૌધારા, સોપાન, આસ્થા, ગીરનારી ઘી, ગોપી, સેવક, સુમતી આવા જુદા જુદા લેબલથી બજારમાં આ બનાવટી નકલી ઘી મુકનારના દરેક લેબલ લગભગ આધ્યાત્મિક નામના હીસાબે લોકો આ ઘી વાપરવા તરફ આકર્ષાય એવા હેતુથી લેબલ લગાવતા હતા. ડી. વિજિલન્સ સ્કવોડમાંથી ગાંધીનગર પો.સ.ઈ. એ. જે. પટેલના જણાવ્યા અનુસાર આ નકલી ઘી સોયાબીનની મોટી ટેન્કમાં મિક્સ કરીને નકલી ઘી બનાવીને પાઈપ વડે આ માફિયાઓ ટીન ભરતા હશે. અમે આજે આ ટેન્કમાંથી નવા ટીન મંગાવીને બધુ જ નકલી ઘી કબજે લીધું છે. આશરે ૧૫ કિલોગ્રામના ૩૦૦ ડબ્બા જેટલું એટલે કે આશરે ૪૫૦૦ કિલો નકલી ઘી ઝડપાયું હતું અને ૫૦૦ ગ્રામના ૧૭૪૦ જેટલા નકલી ઘી ભરેલા ટીન મળ્યા હતા. આ ઘી બનાવનાર માલિકને આ ડબ્બો આશરે રૂ . ૨૦૦૦માં પડતો હશે. જ્યારે ઘીનાં પેકિંગ પર તેની કિંમત રૂ . ૪૫૦૦ લખેલી જણાઈ હતી. જ્યારે ૫૦૦ ગ્રામના ટીનની કિંમત રૂ . ૧૮૦ લખેલી જણાઈ હતી. આ નકલી ઘીની ફેક્ટરીમાં પડેલ દરોડામાં ડી વિજિલન્સ સ્કવોર્ડમાંથી પો.સ.ઈ. એ. જે. પટેલ હે.કો. યોગેન્દ્રભાઈ રાજપુત હે.કો. અનિલભાઈ, દલપતભાઈ, રામદેવભાઈ એલ. રાનિયા અને રાજેન્દ્રકુમાર તથા અન્ય સ્ટાફ જોડાયો હતો.