180X600.jpg
Jul 23,2016 06:33:52 PM IST
 

દિવાળી પૂર્વે મન અને મકાનની સ્વચ્છતા ધન-સમૃદ્ધિના હકદાર બનાવે છે

Oct 11, 2011 02:30 Baroda >
 
Diwali 2011 Tags:   Diwali 2011 comment     E-Mail     Print    
 
Viewed: 2170
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૧૦

આકાશે ઝગમગતા તારલા જેવા ટમટમતા દીવડાઓ અને આંગણે શોભતી સુંદર રંગોળી. દિવાળીના આ શુભ પ્રતિકો જેટલું આધ્યાત્મ મહત્વ ધરાવે છે તેટલું જ આધ્યાત્મ મહત્વ દિવાળી પહેલા કરાતી ઘરના સાફ સફાઇનું પણ છે. શાસ્ત્રોએ સફાઇ કેમ કરવી ? ક્યારે કરવી ? અને કોણે કરવી ? તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આ માર્ગદર્શન મુજબ સફાઇ કરનાર ઘર અને પરિવારમાં સમૃદ્ધિની છોળો હંમેશા ઉછાળા મારશે તેવું વચન પણ શાસ્ત્રો આપી રહ્યા છે.

  • વાસણોને સાફ કરીને ચળક્તા રાખવાથી ઘરમાં શુભ ઉર્જાનો વાસ થાય છે : જાણો સફાઇનું વિજ્ઞાન

આ અંગે શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપતા પ્રસિદ્ધ ગાયત્રી ઉપાસક અને જ્યોતિષ હર્ષદ બાપાએ જણાવ્યું હતું કે, ધર્મની દ્રષ્ટીએ સફાઇએ માત્ર કાર્ય નથી પરંતુ પ્રયોગ છે. તે પેઢીઓથી સિદ્ધ થઇને આવેલો પ્રયોગ છે. વાસણોને સાફ કરીને ચળક્તા રાખવાથી ઘરમાં શુભ ઉર્જાનો વાસ થાય છે. નવા વર્ષના પ્રારંભે દિવાળી પહેલા ઘરની આ બધી નકારાત્મક બાબતોનો ત્યાગ કરી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનો આ પ્રયોગ આપણા ઋષિ મુનીઓએ વિક્સાવ્યો છે. ઘરની સાફ સફાઇ કર્યા બાદ સુવ્યવસ્થિત ગોઠવીને લક્ષ્મીનું આહવાન કરવામાં આવે છે. અને ત્યાં લક્ષ્મીનો કાયમ વાસ થાય છે. લક્ષ્મી આગમનની ખુશીમાં જ ફટાકડા ફોડાય છે. રંગોળી થાય છે અને દીવડા પ્રગટાવાય છે.

મુલેંન્દ્રાર્દાગંહીભમસૌરીહ તીક્ષ્ણમ દારૂણ સંજ્ઞાકમ, તત્રાભિચારઘાતોગ્રભેદાહા, પશુદમાદીકમ

એટલે કે દિવાળી પુર્વે મુળ, જ્યેષ્ઠા આદ્રા અને આશ્લેષા નક્ષત્ર તથા શનિવાર તીક્ષ્ણ દારૂણ (ભયંકર ગરીબી)ના સંજ્ઞાક છે તે સમયે અભિચાર કર્મ (સાફ સફાઇ) કરવું અને તેમ કરવાથી થતું ઉગ્ર કર્મ એટલે કે જીવ જંતુની હત્યાનો દોષ લાગતો નથી. ઉપરાંત આ સમયમાં હાથી ઘોડી આદી પશુને શિક્ષા (પ્રશિક્ષણ) પણ આપવું.

સફાઇ ક્યારે કરવી ?

ઘરમાં રોજ થતી સફાઇ નહી પરંતુ ખાસ પ્રકારની જેમ કે દિવાળીની સફાઇ સંબંધે શાસ્ત્રોએ માર્ગદર્શન આપ્યુ છે કે, સફાઇ માટે શનિવારનો દિવસ પસંદ કરવો અથવા તો જે દિવસે મુળ, જ્યેષ્ઠા, આદ્રા, અથવા આશ્લેષા નક્ષત્ર આવતું હોય તે દિવસ પસંદ કરવો. આ ઉપરાંત અમાસનો દિવસ પણ પસંદ કરી શકાય. તેના કારણો એ છે કે શનિવાર મંદ વાર છે. ઉપરાંત સફાઇનું કામ સૂર્યોદય પહેલા પ્રાતઃ કાળે જ આરંભી દેવું અને સૂર્યનારાયણ જ્યારે ઘરમાં કિરણો પાથરે ત્યારે ઘર સુશોભિત થયું હોય તો તેમના આર્િશવાદ પ્રાપ્ત થાય છે. આ માટે ઝાડુ- સાવરણો અને સાવરણી નવી જ ખરીદવી અને સફાઇ બાદ તેને ઘરના મુખ્ય દરવાજાની પાછળ લટકાવી દેવા. અને શનિવારે સફાઇ કરવામાં આવે ત્યારે જ તેનો ઉપયોગ કરવો. શનિવાર એટલે બે સપ્તાહનો સંધિકાળ આમ આ ત્રણ મહત્વના સમયે ઘરે સાફસુફ કરીને રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે આ દિવાળીમાં આસો વદ દશમને દિવસે શનિવાર છે અને આશ્લેષા નક્ષત્ર પણ છે એટલે સફાઇ માટે તે શ્રેષ્ઠ દિવસ ગણી શકાય.

સફાઇ કોણે કરવી ?

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સફાઇ ઘરની સ્ત્રીઓએ કરવી. કેમ કે સ્ત્રીઓ ઘરની લક્ષ્મી છે અને જો ઘરમાંથી દરિદ્રતા હટાવવી હોય તો તે ઘરની લક્ષ્મી જ કરી શકે.મોટાભાગે બહેનો સફાઇ કરતા પહેલા સ્નાન નથી કરતા કેમ કે તેઓ એવું વિચારે છે કે સફાઇ દરમિયાન શરીર પર ધુળ માટી ઉડશે એટલે પછી પણ સ્નાન તો કરવાનું જ છે. પણ એવું કરવું યોગ્ય નથી. સફાઇ પહેલા આપણે શુદ્ધ થવું જરૂરી છે એટલે સ્નાન કરીને જ સફાઇ કાર્ય આરંભવું. સફાઇ વખતે હંમેશા ઇષ્ટ દેવનું સ્મરણ કરવું. કેમ કે સફાઇ વખતે બહેનો ઘરના ખુણે ખુણે પહોંચતી હોય છે એટલે ઇષ્ટદેવના સ્મરણથી ઘરનો પ્રત્યેક ખુણો પવિત્ર પણ બને છે. સફાઇ બાદ ખાસ એ વાત યાદ રાખવી કે ફાટેલી,તુટેલી અને નકામી ચીજોનું દાન ક્યારેય ન કરવું. કેમ કે તેમ કરીને તમારી દરિદ્રતા બીજાને આપો છો. આ પ્રકારનું કાર્ય દાન કરનારને નર્કના ભાગીદાર બનાવે છે. એટલે ઘરમાંથી કઢાયેલી વસ્તુઓનું ક્યારેય દાન ન કરવું. હા ભલે જુની હોય પણ ઉપયોગી અને સારી વસ્તુ હોય તો તેનુ દાન કરી શકાય.

 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com